Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સી-પ્લેનનું અમદાવાદથી કેવડિયા સુધીનું વન-વે ભાડું 1500 નક્કી કરાયું : સ્પાઇસ જેટનો નિર્ણય

સીપ્લેનમાં મુસાફરો કરવાનું સપનું હવે સામાન્ય ગુજરાતીઓ પણ પુરુ કરી શકશે

અમદાવાદથી કેવડિયા સુધીની સીપ્લેનમાં મુસાફરો કરવાનું સપનું હવે સામાન્ય ગુજરાતીઓ પણ પુરુ કરી શકશે. સરકાર દ્વારા ગુજરાતીઓની સાથે જ તમામ લોકો જે સી-પ્લેનમાં મુસાફરી કરી આનંદ ઉઠાવવા માંગે છે તેમને રાહત આપવામાં આવી છે.

 સી પ્લેનનું વન-વે ભાડું 1500 નક્કી કરાવામાં આવ્યું છે. જો કે, સ્પાઇસ જેટ દ્વારા ભાડાનો આ નિર્ણય લેવાયો છે. મુસાફરોને આકર્ષવા સરકારનાં મહત્વ પૂર્ણ પ્રયાસને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. વન-વે ભાડું શરૂઆતમાં રૂ.1500 રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 31 ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે સી-પ્લેન સેવાનું ઉદ્ધાટન થવા જઇ રહ્યું છે. આપને જણાવી દઇએ કે, સી-પ્લેનના ઉદઘાટનના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અગાઉ સી-પ્લેનનું અમદાવાદથી કેવડિયા સુધીનું વન-વે ભાડું 4800 નક્કી કરાયું હતું

(10:09 pm IST)