Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ખંભાતના કાનીશા ગામે આઠ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ ગુજારી હત્યા: લાશને કાસમાં ફેંકી દીધી :બે હેવાનોની ધરપકડ

સમગ્ર પંથકમાં દુષ્કર્મ કરનાર આરોપીઓ સામે ફીટકારની લાગણી : ફાંસી આપવાની માંગ ઉઠી

 ખંભાત રૂરલ પોલીસ મથકની હદમાં આવેલા કાનીશા ગામે આઠ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ કરી હત્યા કરી લાશને કાસમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે નરાધમો સામે ફીટકારની લાગણી ફેલાઈ છે ખંભાત રૂરલ પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 આ અંગે મળતી વિગત મુજબ ખંભાત તાલુકાના કાનિશા ગામે  નવા વર્ષના દિવસે નાના બાળકો ગામમાં ફરી વડીલો સાથે મોજ મસ્તી કરી આનંદ વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બનતા સમગ્ર તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. કાનિશા ગામની ધોરણ ત્રણ અભ્યાસ કરતી બાળકીને દારૂખાનું આપવાની લાલચ આપી ગામના એક નરાધમો દ્વારા બાળકીને પટાવી ફોસલાવી એક કાસ નજીક લઇ દુષ્કર્મ કરી તેની હત્યા કરી તેની લાશને કાસમાં ફેંકી ફરાર થઇ ગયા હતા.

નવા વર્ષ પર્વમાં બાળકી બપોર સુધી ઘરે ન આવતા મા-બાપ તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી હતી. તે દરમિયાન ગામના અમુક લોકો દ્વારા નરાધમ સાથે હોવાની માહિતી મળતા નરાધમ યુવક નશાની હાલતમાં ઘટના સ્થળ નજીક મળી આવ્યો હતો. ત્યારબાદ નરાધમ યુવક સાથે અન્ય એક શકમંદ પકડીને ખંભાત રૂરલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

સમગ્ર ગ્રામજનો દ્વારા શોધખોળ કરતા કરતા બાળકીની લાશ અવાવરું જગ્યાએ તાપસ કરતાં કાસ બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. સમગ્ર ઘટના બાદ સમગ્ર પંથકમાં હાલ આવા દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસી આપવાની માંગ ઉઠવા પામી છે.

(11:07 pm IST)