Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

મહિલાના પ્રેમમાં પાગલ પ્રેમીએ મહિલાના બાળકનું અપહરણ કર્યું

અમદાવાદઃ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 24 ઓકટોબરના રોજ 4.5 વર્ષના બાળકનુ અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી અને ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી હતી ક્રાઈમ બ્રાંચે ખાનગી રાહે તપાસ કરી બાળકને યુ.પીમાં આવેલ લલીતપુરથી આરોપીના ઘરની પાછળથી છોડાવી લીધો છે અને ફરિયાદીને સોંપી આપ્યુ છે.

 

ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે આરોપીએ બાળકનું અપહરણ કરી પોતાના ગામમાં લઈ ગયો છે જેથી ક્રાઈમ બ્રાંચની એક ટીમ ત્યાં પહોંચી તપાસ શરુ કરી અને જાણવા મળ્યુ કે આરોપીએ પોતાના ઘરની પાછળ આવેલ એક ખેતરમાં બાળકને બાંધી રાખ્યો હતો અને જેથી ક્રાઈમે ત્યાં પહોંચી બાળકને સુરક્ષિત બચાવી તેના-માતા પિતાને (mother father) સોંપ્યો છે. જોકે ઘટનાને અંજામ આપનાર આરોપી જેકી ગોપાલસિંહ પરમાર ફરાર છે અને જેને પકડવા પોલીસે કાર્યવાહી શરુ કરી છે.

મળતી માહિતી પ્રમાણે આરોપી છેલ્લા બે મહિનાથી અમદાવાદમાં રહેતો હતો અને પ્રાથમિક તપાસમાં તે બાળકની માતા સાથે એક તરફી પ્રેમમાં (one side love) પાગલ હતો. આરોપી અને ફરિયાદીનુ ગામ એક હતુ જેથી બન્ને એક બીજાને ઓળખતા હતા.આરોપીએ બાળકના બદલે કોઈ રુપિયાની માંગણી કરેલ હતી જેથી તપાસ કરતા જાણવા મળ્યુ તે આરોપી બાળકના બદલામાં તેની માતાને બોલાવવા માંગતો હતો.

ક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર બી.વી ગોહીલનું કહેવું છે કે રુપિયાની કોઈ માંગણી કરવામાં આવી નથી જેથી આરોપી હાલ એક તરફી પ્રેમમાં અપહરણ કર્યુ હોય એવુ લાગી રહ્યુ છે.

(12:29 pm IST)