Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ઉમરગામના સંજાણમાં પરિવારની બે પરિણીતા સાથે પત્ર દ્વારા તલાક આપનાર વિરુદ્ધ ગુનો દાખલ: પતિની ઝડપી કડક કાર્યવાહી કરવાની પત્નીની માંગ

વાપી:ઉમરગામના સંજાણ ગામે મુસ્લિમ પરિવારની બે પરિણીતાને પત્ર દ્વારા ત્રિપલ તલાક આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પરિણીતાના પતિએ મસ્જિદમાં જમાત સમક્ષ ત્રણ વખત તલાક, તલાક, તલાક નો ઉલ્લેખ કરી પત્ર પાઠવતા બે પૈકી એક પરિણીતાએ ઉમરગામ પોલીસમાં ફરિયાદ કરવા જતાં પોલીસે ઉદ્વતાઈ ભર્યું વર્તન કરી ફરિયાદ નહીં નોંધતા જીલ્લા પોલીસવડાને રાવ કરી છે. પરિણીતાએ ત્રિપલ તલાકના કાયદા હેઠળ પતિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ લોકસભામાં ત્રિપાલ તલાકનો કાયદો ઘડવામાં આવ્યો હતો. પણ મુસ્લિમ સમાજમાં તેના અમલીકરણનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉમરગામના સંજાણ ગામે મુસ્લિમ પરિવારની બે મહિલાઓને પત્ર દ્વારા તલાક આપવામા આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

 

(6:05 pm IST)