Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

જંબુસરનાં દરિયા કિનારે દેખાયી ડોલ્ફિન માછલી:કુતૂહલ સાથે લોકો જોવા ઉમટ્યા

પાણીનો પ્રવાહ ઓછો હોવાથી કિનારે ખેંચાઈ :સ્થાનિક લોકોએ ત્રણેય માછલીઓને દરિયાના ઉંડા પાણી સુધી લઈ જવાનાં પ્રયત્નો કર્યા

ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં આવેલી કાવી કંબોઈનાં દરિયા કિનારે ડોલ્ફિન માછલીઓએ દેખા દેતાં લોકો જોવા માટે ઉમટ્યા હતા.

 જંબુસરનાં કાવી કંબોઈ નજીક આવેલા દરિયા કિનારા ખાતે ત્રણ જેટલી ડોલ્ફિન માછલી જોવા મળતાં લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. નિષ્ણાંતોનું કહેવું છે કે, પાણીનો પ્રવાહ ઓછો હોવાથી આ માછલીઓ કિનારાનાં ભાગે ખેંચાઈ આવી હતી

   આ ત્રણ ડોલ્ફિન પૈકી એકનું વજન અંદાજે 2 ક્વિન્ટલ તો અન્ય બે માછલીઓ એક એક ક્વિન્ટલની હોવાનું અનુમાન લગાવવામં આવ્યું હતું. ઓછા પાણીના કારણે દરિયામાં ડોલ્ફિન જઈ ન શકતાં સ્થાનિક લોકોએ ત્રણેય માછલીઓને દરિયાના ઉંડા પાણી સુધી લઈ જવાનાં પ્રયત્નો કરતાં આખરે દરિયાના પાણીમાં ત્રણેય ડોલ્ફિન સફળતા પૂર્વક જઈ શકી હતી. ડોલ્ફીન માછલીઓને જોવા દરિય કિનારે લોક ટોળા ઉમટ્યા હતા

(1:37 pm IST)