Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

અમદાવાદની હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્‍યો હાર્ટએટેકઃ બેડમાં જ મોતઃ યુવતી ગભરાઇને ભાગી ગઇ

રાજયમાં યુવાનોને હાર્ટઅટિેક આવવાના કિસ્‍સાઓ ભારે વધી રહ્યા છે

અમદાવાદ, તા.૨૯: રાજ્‍યમાં યુવાનોને હાર્ટ અટેક આવવાના કિસ્‍સાઓ ભારે વધી રહ્યા છે. ત્‍યારે અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. યુવક-યુવતી શહેરની વષાાલની એક હોટલના રૂમમાં અંગતપળો માણવા ગયા હતા. આ દરમિયાન અંગતપળો માણતી વખતે યુવકને હાર્ટઅટેક આવતા તેનું હોટલની બેડમાં જ મોત થયુ છે. જોકે યુવાનનું મોત નીપજતાની સાથે યુવતી ગભરાઇ ગઇ હતી. જેથી તેને મૂકીને તે ત્‍યાંથી ભાગી છૂટી હતી. કલાકો પછી પણ રૂમમાંથી યુવક બહાર નહીં નીકળતા હોટલના સ્‍ટાફે તપાસ કરતા યુવક બેડ પર પડેલો હતો. પહેલા તો યુવકની હત્‍યા થઈ હોવાની ચર્ચા થઇ રહી હતી. જે બાદ રામોલ પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં યુવકને હાર્ટઅટેક આવ્‍યો હોવાનુ બહાર આવ્‍યું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૩૨ વર્ષના મોહંમદ ઇમરાન અંસારી પોતાના પરિવાર સાથે રહે છે. બુધવારે ૨૭ સપ્‍ટેમ્‍બરના રોજ શહેરના વષાાલ વિસ્‍તારમાં આવેલી સરગમ પેલેસ નામની હોટલમાં બપોરે ઇમરાન એક યુવતી સાથે આવ્‍યો હતો અને રૂમ બૂક કરાવ્‍યો હતો. થોડીવાર બાદ યુવતી હોટલમાંથી ગભરાયેલી હાલતમાં જતી રહી હતી. પરંતુ યુવક રૂમમાંથી બહાર આવ્‍યો ન હતો. જેથી હોટલના સ્‍ટાફે રૂમમાં જઈને તપાસ કરતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેવી હાલત થઇ હતી. રૂમના બેડ પર યુવક પડેલો હતો. જેથી હોટલના સ્‍ટેફે રામોલ પોલીસને જાણ કરી.

પહેલા તો આ યુવાનની હત્‍યા થઇ હોવાની ચર્ચા ફરતી થઇ હતી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનને હાર્ટઅટેક આવ્‍યો હોવાનું સામે આવ્‍યું છે. હાલ આ યુવાનના મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યો છે. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યાં બાદ જ યુવાનની મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

બે વર્ષ પહેલા પણ અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જે ઘટનામાં હોટલના સીસીટીવીમાં દેખાયુ હતુ કે, સલમાન નામનો યુવાન અને બે યુવતીઓ એક્‍ટિવા પર આવે છે. જ્‍યારે એક યુવતી સલમાન સાથે હોટલમાં જાય છે અને અન્‍ય એક એક્‍ટિવા લઈને જતી જોવા મળે છે. સલમાન હોટલના કર્મચારી સાથે વાતચીત કરતો અને ફોટો આઈડી જમા કરાવી યુવતી સાથે રૂમમાં જતો જોવા મળી રહ્યો છે.

આ બનાવમાં ચોંકાવનારી બાબત તો એ હતી કે, મળતકના ગુપ્તાંગમાં ફેવિક્‍વિક નાંખી દીધી હતી. ત્‍યાર બાદ યુવકને કચરાપેટી પાસે નાંખી દેવામાં આવ્‍યો હતો. પરિવાર એકના એક દીકરાને બચાવવા હવાતિયાં મારતો રહ્યો અને તેનું મોત થયું હતું. આ યુવાન માત્ર ૨૯ વર્ષનો હતો અને પરિવારમાં એક જ કમાનાર હતો.

(11:02 am IST)