Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ફિલ્મ માટે ઉપયોગમાં લેવાતાં ૨૫ કરોડથી વધુની શંકાસ્પદ નોટો સુરતના કામરેજ પાસે મળી આવતા ખળભળાટ

આ નોટો દ્વારા કોઈ સાથે ચિટીગ થયેલ છે કે કેમ? તાકીદે તપાસના આદેશ આઇજી રાજકુમાર પાંડિયન દ્વારા અપાતા સુરત એસપી હિતેષ જોયસર દ્વારા તપાસનો ધમધમાટ

સુરત જિલ્લાના કામરેજ પાસે નેશનલ હાઈવે નજીક રાજ હોટલ પાસેથી 25 કરોડને 80 લાખ રૂપિયાની બનાવટી નોટ શંકાસ્પદ એમ્બ્યુલન્સમાં મળી આવી હતી. કામરેજના રાજ હોટલ પાસેથી પોલીસે યુવકને પૂછપરછ શરૂ કરી છે તેમજ એસબીઆઇ બેન્ક ના અધિકારી અને ફોરેન્સિક સાયન્સના અધિકારીઓને કામરેજ પોલીસ સ્ટેશન બોલાવીને નોટોનું વેરિફિકેશન શરૂ કરાયું છે યુવકની પૂછપરતમાં આ બનાવટી પૈસા ગુજરાતી પિક્ચર વાપરવાના હોવાનું જણાયું હતું અને રાજકોટ થી સુરત તરફ આવ્યા છે કામરેજ પાસે કોઈ આશ્રમમાં જવાનું હતું

  દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પંડિયાન બીમાર હોવા છતાં પણ તેમને જાણકારી મળતા તરત જ સુરત એસપી હિતેશ જોયસર ને ટેલીફોનિક્સ સંપર્ક કરીને તાત્કાલિક કામરેજ પોલીસ સ્ટેશન જઈને શંકાસ્પદની પૂછપરછ શરૂ કરવાનો જણાયું હતું શંકાસ્પદ યુવક સુરત શહેર કે જિલ્લામાં કોઈને ચીટીંગ કરવા માટે આવ્યો છે અને એમ્બ્યુલન્સમાં શા માટે બનાવટી પૈસા સાથે આવ્યો એ સવાલ પર સુરત જિલ્લાના એસપી તપાસ શરૂ કરી છે તપાસ દરમિયાન ઘણી સચ્ચાઈ બાર આવી શકે એવી શક્યતા હાલમાં વ્યક્ત કરવામાં આવી છે
  ઉકત બાબતે તપાસ ચાલી રહી હોવાનું સુરતના એડી.ડીજી લેવલના રેનજ વડા રાજકુમાર પાંડિયન દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે.

 

(10:22 pm IST)