Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ૬૦૦ ડ્રોનનો યોજાયો શોઃ અલભ્ય નજારો જોવા ઉમટી જનમેદની

અમદાવાદમાં નેશનલ ગેમ્સનો  આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  શુભારંભ કરવાના છે ત્યારે અમદાવાદ શહેરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. નવરાત્રીનો તહેવાર, મેટ્રો શરૂ થવાની ખુશી શહેરના સુશોભનમાં જોવા મળી રહી છે ત્યારે ગત સાંજે રિવર ફ્રન્ટ ખાતે ડ્રોન શો આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોઆ આ નજારો નિહાળ્યો હતો.  ડ્રોન શો માટે આ ડ્રોન દિલ્હીના આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.

આકાશમાં ઉડેલા ૬૦૦ ડ્રોન દ્વારા વિવિધ પ્રતિકૃતિ રચવામાં આવી હતી.  ડ્રોન  દ્વારા ભારતનો નકશો, વેલ્કમ પીઍમ મોદી, સરદાર પટેલ, નેશનલ ગેમનો લોગો સહિત અનેક આકૃતિથી આકાશ અને સાબરમતી નદી બનાવવામાં આવી હતી. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પ્રથમવાર ડ્રોન શૉ યોજાયો હતો. ભારતના નક્શાથી લઇને વેલકમ પીઍમ મોદી સહિતની ડિઝાઇન જોવા ગઈકાલે સાંજે અટલબ્રિજ પાસે લોકો ટોળે વળ્યાં. આજે નેશનલ ગેમ્સનું ઉદઘાટન થવાનું છે. તે પહેલા ગત સાંજે લોકોમાં ઉત્સાહ વધારવા આ ડ્રોન શૉ યોજાયો હતો.  જેમાં દિલ્લી ત્ત્વ્ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વદેશી ૬૦૦ જેટલા ડ્રોન મારફતે આકાશી ડ્રોન શૉ યોજાયો હતો. આકાશમાં વિવિધ થીમ અને ડિઝાઇન લોકોને દર્શાવવામાં આવી હતી. ડ્રોન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલકમ પીઍમ મોદી, ભારત દેશનો નકશો, વંદે ગુજરાત, આઝાદી કા અમૃત મહોત્સવ અને નેશનલ ગેમ્સનો લોગો આકાશમાં જોવા મળ્યા હતા.

ડ્રોન શો માટે આ ડ્રોન દિલ્હીના આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.  નેશનલ ગેમ્સના ઉદઘાટન પહેલા અમદાવાદ શહેરને શણગારવામાં આવ્યું છે અને ઠેર ઠેર નેશનલ ગેમ્સની રેપ્લીકા, પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. લોકોમાં ઉત્સાહ વધારવા માટે રમતગમત વિભાગ દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે આજે અમદાવાદમાં આ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે યોજાયેલા આ ડ્રોન શોને જોવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો ઉમટી પડ્યા હતા.

(11:00 am IST)