Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારીનાં પ્રશ્નોનો ઉકેલ નહિ આવતા 2 ઓકટોબરે ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતના ધરણાં કરશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજ્ય ભરમા આવેલ ૭૫૦ જેટલી આશ્રમશાળાઓના હજારો કર્મચારીઓની વર્ષોથી પડતર માંગણીઓ ના સંતોષાતા ૨જી ઑક્ટોબરથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અનિશ્ચિતકાલીન ધરણાં  કરવાની ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા એલાન કરવામાં આવ્યું છે જેમાં નર્મદા જિલ્લાના કર્મચારીઓ પણ જોડાશે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય આશ્રમશાળા સંઘ કર્મચારીઓના પડતર પ્રશ્નો ને લઇ ૧૫ મી સપ્ટેમ્બર થી આંદોલન કરી રહ્યું છે જેમાં પ્રથમ ૧૫મી સપ્ટેમ્બરે દરેક જિલ્લાઓમાં કલેકટર કચેરી ખાતે રેલી અને આવેદનપત્ર આપ્યું હતું. ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી,ત્યાર બાદ ૧૯મી એ માસ. સી. એલ ભોગવી હતી અને ૨૨મી સપ્ટેમ્બરે રાજ્ય ની દરેક જિલ્લા કલેકટર કચેરી એ પ્રતિક ધરણા યોજયા હતાં છતાં પણ આશ્રમશાળા કર્મચારીઓના પડતર પ્રશ્નો નુ નિરાકરણ ના થતાં હવે આશ્રમશાળા કર્મીઓ ગાંધીનગર તરફ કૂચ કરશે જેમાં નર્મદા જિલ્લા ના 225 કર્મચારીઓ જોડાશે તેમ નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંધ ના પ્રમુખ રાજેશકુમાર ભટ્ટ એ જણાવ્યું હતું..આશ્રમશાળા કર્મચારીઓની ૧૮ માંગો છે જેમાં મુખ્યત્વે ગૃહપતિ-ગૃહમાતાની જોગવાઈ, ૪૨૦૦/- ગ્રેડ પે અને સાતમાં પગારના લાભો મુખ્ય માંગો છે જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

(10:59 pm IST)