Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનાર

પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, ધૂમ્રપાન નિષેધ અને મીઠાનો ઓછો ઉપયોગનો નિશ્ચય કરાયો

અમદાવાદ :  જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ હૃદય દિવસ, 29 સપ્ટેમ્બરના રોજ અરવિંદ લિમિટેડના કર્મચારીઓ માટે હૃદયની સંભાળ વિષે જાગૃતિ માટે ખાસસેમિનાર યોજવામાં આવ્યો હતો. જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત કાર્ડીઓલોજિસ્ટ, ડો. ઝીશાન મન્સૂરી દ્વારા અરવિંદ મિલ્સના કર્મચારીઓને હૃદયરોગના જોખમો અને હૃદય સ્વસ્થ રાખવા માટેની કાળજી વિષે સમજાવવામાં આવ્યું હતું. અરવિંદ લિમિટેડના કર્મચારીઓ દ્વારા પણ હૃદયને સ્વસ્થ રાખવા માટેના પગલાં જેવા કે, પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, ધૂમ્રપાન નિષેધ અને મીઠાનો ઓછો ઉપયોગનો નિશ્ચય કરાયો હતો.

જીસીએસ હોસ્પિટલમાં હૃદયને લગતી દરેક પ્રકારની તકલીફની સારવાર ઉપલબ્ધ છે અને આયુષ્યમાન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે.
જીસીએસ હોસ્પિટલએ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રીલેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલમાં હાલમાં કોવિડ દર્દીઓની સારવાર ઉપરાંત નોન-કોવિડ દર્દીઓની માટે પણ સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત
સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજસેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવાદરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

(11:54 pm IST)