Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાધનપુર હાઇવે નજીક ગેરકાયદે લવાતો બાયોડીઝલનો જથ્થો પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

રાધનપુર: રાધનપુર હાઈવે પર આવેલ શાંતિધામ પુલ નજીક સવસ રોડ પર બાયોડીઝલ ભરેલ ટેન્કરમાંથી આવતા જતા વાહનો વાળાને છૂટકમાં વેચાણ કરવામાં આવતું હોવાની રાધનપુર પોલીસને મળેલ બાતમીના આધારે તપાસ કરતા ૬૬ કેવી નજીકથી સફેદ કલરનું નંબર પ્લેટ વગરનું પાંચ હજાર લીટર બાયોડીઝલ ભરેલુ ટેન્કર મળી આવ્યું હતુ ટેન્કર ની બાજુમાં ઊભેલી ગાડીના ચાલક અને ટેન્કરના ચાલકને પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી.જેમાં ટેન્કરના પછલના ભાગે એક મશીન મોટર સંચાલિત પંપ નોઝલ લગાવેલ હતી.અને બાજુમાં ડિસ્પ્લે લગાવેલ હતી.જ્યારે ટેન્કરના ઉપરના બન્ને ઢાંકણાં ખોલી ટાંકામાં અંદર તપાસ કરતા સફેદ કલરનું બાયોડીઝલ ભરેલું માલુમ પડતા પોલીસ દ્વારા રાધનપુર પુરવઠા નાયબ મામલતદારને જાણ કરવામાં આવી હતી. આ અંગે ટેન્કર ચાલક દિનેશ ભાઈ કુબેર ભાઈ પરમાર રહે.રવિધામ રાધનપુર વાળાને પકડી  પૂછ પરછ કરતા આ બાયો ડીઝલ ભરેલ ટેન્કર જોધપુર હાઈવે પરથી લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું અને નિર્મળ ભાઈ પટેલ રહે.લાકડીયા કચ્છ વાળાની માલિકીનું ટેન્કર હોવાનુ અને બાયો ડીઝલ રસ્તામાં આવતા જતા વાહનો વાળાને ૭૦ રૂપિયા લીટર વેચાણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. આથી પુરવઠા નાયબ મામલતદાર દ્વારા ટેન્કરમાંથી ત્રણ અલગ અલગ સેમ્પલ લઈ પાંચ હજાર લીટર બાયો ડીઝલ કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦ તથા ટેન્કર મળી કુલ ૧૩,૫૦,૦૦૦ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા પ્રતિબંધિત બાયોડિઝલનું ગેરકાયદેસર વેચાણ કરવા બદલ ટેન્કર ચાલક પરમાર દિનેશ ભાઈ કુબેર ભાઈ  તથા નિર્મળ ભાઈ પટેલ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(6:01 pm IST)