Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઈડરના કડિયાદરાની સીમમાં રીક્ષા-કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહીત ત્રણના મોત

ઈડર: તાલુકા ના કડિયાદરાની સીમમાં મંગળવારે બપોરે રીક્ષા એ કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં  બે બાળકો સહિત ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે બીજા ત્રણ બાળકો સહિત આઠને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર માટે ઈડરની  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જે પૈકી કેટલાકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળેલ છે. મૃતકો તથા ઈજાગ્રસ્તોને હિંમતનગરના આકોદરા તથા પ્રાંતિજના ઓરણ ગામના હતા એ તમામ લોકો એક જ રીક્ષામાં પોળોના પ્રવાસે જતા હતા.

 હિંમતનગરના આકોદરા તથા પ્રાંતિજના ઓરણ ગામના બાળકો-મહિલાઓ સહિતનો પરિવાર મંગળવારે રીક્ષામાં સવાર થઈ પોળોના પ્રવાસ માટે નિકળ્યા હતા. જો કે પોળો સુધી પહોંચે તે પહેલાં જ ઈડરના કડિયાદરા પાસે આ પરિવારના કેટલાક સભ્યોને કાળ ભરખી ગયો હતો. પ્રવાસીઓની રીક્ષા કડિયાદરા ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી તેવામાં સામેથી આવતા ઈકો કારના ચાલકે કારને ગફલતભરી રીતે હંકારી જોરદાર  ધકાડાભેર ટક્કર મારી હતીજેને કારણે રીક્ષાનો કુચો વળી ગયો હતો અને આ સમગ્ર માર્ગ બાળકો-મહિલાઓની કિકિયારીઓથી ધુ્રજી ઊઠયો હતો.

(6:00 pm IST)