Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઇલેકટ્રીક રિક્ષાનો ઉપયોગ વધારવા કલેકટર ખુદ મેદાનમાં : મહેસાણામાં ઉદિત અગ્રવાલે રિક્ષા ચલાવી

મહેસાણાઃ શહેરના ટાઉન હોલમાં આયોજીત વર્કશોપમાં ઇલેકટ્રીક રિક્ષાના ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો. વર્કશોપમાં કહેવામાં આવ્યું કે મહેસાણા જીલ્લામાં દુધસાગર ડેરી, ઓએનજીસી, રેલ્વે ઉદ્યોગ સહિતના ઉદ્યોગો પહેલાથી જ છે પણ ઔદ્યોગિક વિકાસની સાથે હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે ઇલેકટ્રીક રિક્ષાનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે.કાર્યક્રમમાં ઉપસ્થિત જીલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધી શહેરમાં ડીઝલ, પેટ્રોલ અને સીએનજીથી રિક્ષા ચલાવાય છે. તેના મેન્ટેનન્સમાં પણ વધારે ખર્ચ આવે છે પણ હવે શહેરોમાં વધુમાં વધુ વધુ ઇલેકટ્રીક રિક્ષાઅ ચલાવાશે. જુથી વાયુ પ્રદૂષણ અને અન્ય પ્રદૂષણોથી મુકિત મળશે. ઇલેકટ્રીક રિક્ષા પ્રત્યે લોકોની રૂચિ વધારવા તેમણે જાતે રિક્ષા ચલાવીને બતાવી હતી.કાર્યક્રમમાં જીલ્લા કલેકટર ઉપરાંત જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલિસ વડા, નગરપાલિકા પ્રમુખ અને જીલ્લાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:21 pm IST)