Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

૩ વર્ષમાં અધધ.. ૬૩૦ કરોડની છેતરપીંડી !

ડીજીટલ ઇન્ડીયામાં ગુજરાતની પ્રજા ડીજીટલ છેતરપીંડીનો ભોગ બની રહી છે : અમદાવાદમાં જ ગયા વર્ષે ર૪ર ફરીયાદો નોંધાઇ : માત્ર ૧ લાખ ર૦ હજાર જ પરત મળ્યા : ર૩ કરોડ ભેજાબાજો ઓહીયા કરી ગયા : વિધાનસભામાં ગ્યાસુદીન શેખે ભોગ બનનારાઓને તાત્કાલીક પૈસા પરત અપાવવા કરેલી માંગણી

ગાંધીનગર, તા. ર૯ :  અમદાવાદ શહેર અને જિલ્લામાં સાયબર ફ્રોડના બનાવો અંગેનો ગઈકાલે વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તાફરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો પ્રશ્ન હતો. જેના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરપ્રજિલ્લામાં સાયબર ફ્રોડના ૨૪૨ બનાવો નોંધાયા છે, તે પૈકી ૨૯૧ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવો પૈકી માત્ર બે વ્યકિતતને રૂ. ૧,૧૯,૩૦૦ની રકમ પરત મળી છે, જ્યાપ્રરે રૂ. ૨૨, ૦૩, ૮૬, ૪૩૯ની રકમ પરત આપવાની બાકી છે, એટલે કે ૨૪૨ બનાવોમાં માત્ર ૦.૦૫% રકમ જ પરત અપાવી શકી છે.

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્ય છેલ્લા ત્રણ વર્ષમાં ૧, ૪૩૬ નાગરિકો સાથે રૂ. ૬૨૯.૬૫ કરોડના સાયબર ફ્રોડ થયા છે, જેમાં માત્ર અમદાવાદમાં ૪૩૨ નાગરિકો સાથે રૂ. ૫૯૬.૬૩ કરોડના સાયબર ફ્રોડ થયા છે. રાજ્ય સરકારે સાયબર ફ્રોડ ડામવા માટે સાયબર પોલીસ સ્ટેશનોની સ્થાપના કરી છે, તેમાં સ્ટાફ મૂક્યો છે, છતાં સાયબર ફ્રોડ ઘટવાને બદલે સતત વધતા જાય છે અને પોલીસ તેનો ભેદ ઉકેલી શકતી નથી. રાજ્યની પોલીસ સાયબર ફ્રોડના ગુના ઉકેલવામાં સદંતર નિષ્ફળ રહી છે.

કોરોના કાળમાં રાજ્યના નાગરિકો મંદીપ્રમોંઘવારીપ્રબેકારીમાં હોમાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં સાયબર ફ્રોડનો પણ ભોગ બની રહ્યા છે. ભાજપ સરકાર ડીજીટલ ઈન્ડિયાની વાતો કરે છે અને પ્રજા ડીજીટલ ફ્રોડનો ભોગ બની રહી છે. સાયબર  સલામતીની વાતો કરતી સરકાર પ્રજાને સાયબર ફ્રોડથી બચાવી શકતી નથી. સાયબર ફ્રોડના ગુનાઓ સત્વરે ઉકેલાય અને તેનો ભોગ બનનાર નિર્દોષ નાગરિકોને તેમની રકમ સત્વરે પરત મળે તેવી કાર્યવાહી માટે પોલીસને તાકીદ કરવા ગ્યાસુદ્દીન શેખે સરકાર સમક્ષ માંગણી કરી હતી. 

(3:20 pm IST)