Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગુજરાતમાંથી ફુટબોલના વધુને વધુ ખેલાડી નેશનલ રમતા થાય તે માટે તૈયારીઓ શરૂ

ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.ની અમદાવાદમાં પરીમલભાઇની અધ્યક્ષતામાં મળી ગયેલ મીટીંગ

રાજકોટ : ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશન અમદાવાદ ખાતે કોટીયાડ મેરીટ હોટલમાં પ્રમુખ પરિમલભાઇ નથવાણીના અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી. જેમાં ગુજરાતમાં ફુટબોલમાં વધુમાં વધુ ખેલાડી નેશનલ કક્ષાએ રમવા જાય તે માટે વિવિધ મુદ્દે છણાવટ કરાઇ હતી.

આગામી નવેમ્બર માસમાં ભાવનગર સીટીમાં સંતોષ ટ્રોફી વેસ્ટઝોન રમાડવામાં આવનાર છે. ઇ-સર્ટીફીકેટ ગ્રાસ રૂટ કોચીંસ પ ઝોનમાં ૧૨૫ બનાવવા, જિલ્લામાં કોચીશ બનાવવા, સીનીયર વુમન પાલનપુરમાં પુરી થયેલ તેનો સીલેકશન માટે નેશનલ કેમ્પ યોજવા અને ટીમનું નેશનલ માટે નવેમ્બરમાં સીલેકશન યોજવા સંબંધી ચર્ચા વિચારણાઓ કરાઇ હતી.

રાજય ફુટબોલ એસોસીએશનના ડી-સર્ટીફીકેટ અને ઇ- સર્ટીફીકેટ ધરાવતા કોચીસની મીટીંગ ગુજરાત ફુટબોલ એસો.ના પ્રમુખ પરિમલભાઇ નથવાણી સાથે આગામી ઓકટોબરમાં બોલાવાઇ છે.

આવાતા વર્ષથી સીનીયર ભાઇઓની ફુટબોલ ટુર્નામેન્ટ બે કેટેગરીમાં રમાડવામાં આવશે. જેમાં ટાયર-૧ અને ટાયર-૨ કવોલીફાયર પ્રકારે રમાડવામાં આવશે.

મીટીંગમાં ગુજરાત સ્ટેટ ફુટબોલના હોદેદારો મુળરાજસિંહ ચુડાસમા, ગુણવંતભાઇ ડેલાવાળા, અરૂણસિંહ રાજપૂત, હનીફભાઇ જીનવાલા, મયંકભાઇ બુચ, જીજ્ઞેશભાઇ પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:53 am IST)