Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

દક્ષિણ ગુજરાતને તરબોળ કરતા મેઘરાજાઃ સાપુતારા ૧૧, ઉમરપાડા ૯, પલસાણા ૮, આહવા અને વલસાડમાં ૭ ઈંચ ખાબકયો

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧ થી ૬ ઈંચઃ રાજયમાં સીઝનનો કુલ ૯૦ ટકા વરસાદ નોંધાયો ભારે વરસાદની આગાહી સાચી ઠેરવતા મેઘરાજા અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ ઉકાઈ ડેમની જળસપાટી ૩૪૧ ફૂટને પાર ૨ લાખ કયુસેક પાણી છોડાયુ રહ્યું છે

(જીતેન્દ્ર રૂપારેલિયા ), વાપીઃ મેઘરાજા રાજ્યના કેટલાય વિસ્તારોમાં અનરાધાર હેત વરસાવી રહ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતને ફરી એક વાર તરબોળ કરતાં ૧ થી ૯ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે તો પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં આજે સવાર સુધીના  આંકડા અનુસાર સીઝનનો કુલ સરેરાશ  ૯૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

મેઘરાજા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લા ના ૧૯૦ તાલુકાઓમાં ક્યાંક ઝરમર ઝાપટા તો કયાંક મન મૂકીને વરસી રહ્યા છે એટલું જ નહિ આજ સવાર થી પણ દક્ષિણ ગુજરાત માં મેઘરાજાએ તંબુ તાણ્યાં હોઈ તેમ અનરાધાર વરસી રહ્યા છે હવામાન ખાતાએ કરેલી આગાહી મેઘરાજા સાચી ઠેરવી રહ્યા છે એક ઇંચ થી લઇ ૯ ઇંચ સુધીનો ભારે વરસાદ ખાખી રહ્યો છે જેને પગલે અનેક વિસ્તારમાં જળબમ્બાકાર જેવી સ્તિથી સર્જાયેલ છે એટલુંજ નહિ બંધો  અને જળાશયો ની જળસપાટીઓમાં પણ નવા પાણીની આવકને પગલે સતત વધારો થઇ રહ્યો છે જોકે સ્તિથીને પોહોંચી વળવા વહીવટી તંત્ર સતત સજાગ થઇ બેઠું છે .

ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં નોંધાયેલ વરસાદના  મુખ્યત્વે આંકડાને જોઈએ તો ઉમરપાડા ૨૧૮ મિમિ,પલસાણા ૧૯૨ મિમિ,આહવા ૧૬૩ મિમિ,વલસાડ ૧૬૦ મિમિ,ગરુડેશ્વર ૧૫૮ મિમિ, કપરાડા ૧૫૨ મિમિ,ધોલેરા ૧૫૧ મિમિ,ડેડીયાપાડા અને તિલકવાડા ૧૪૬-૧૪૬ મિમિ,ખંભાત ૧૩૭ મિમિ,નિઝર ૧૩૬ મિમિ,હાંસોટ  ૧૩૫ મિમિ,વઘઇ ૧૨૩ મિમિ, કુકરમુન્ડા ૧૦૮ મિમિ,ધોળકા અને ઉચ્છલ ૧૦૫-૧૦૫ મિમિ,ધંધુકા અને સુબીર ૧૦૩-૧૦૩ મિમિ,વડોદરા ૧૦૨ મિમિ,સુરત સીટી ૧૦૧ મિમિ, નાંદોદ અને ચોર્યાસી ૧૦૦-૧૦૦ મિમિ વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત નસવાડી ૯૭ મિમિ, બારવડા ૯૬ મિમિ, વાગરા  ૯૫ મિમિ,વાલિયા  ૯૨ મિમિ,ગણદેવી ૯૨ મિમિ,અંકલેશ્વર ૯૧ મિમિ, સાગબારા અને વાંસદા ૯૦-૯૦ મિમિ, કામરેજ ૮૯ મિમિ,ખેરગામ ૮૮ મિમિ, તારાપુર અને બોટાદ ૮૭-૮૭ મિમિ, બોરસદ ૮૬ મિમિ,પારડી ૮૫ મિમિ, સોનગઢ ૮૦ મિમિ,ભરૂચ ૭૯ મિમિ, નેત્રંગ ૭૭ મિમિ,ઝઘડિયા ૭૬ મિમિ, સોજીત્રા ૭૨ મિમિ,ધરમપુર ૭૨ મિમિ, નડિયાદ અને મહુવા ૬૯-૬૯ મિમિ, બારડોલી ૬૮ મિમિ,કરજણ અને વાપી ૬૭-૬૭ મિમિ,ડભોઇ ૬૬ મિમિ, વાલોડ અને ઉમરગામ ૬૫-૬૫ મિમિ વરસાદ નોંધાયો છે.

 તો આંકલાવ ૬૩ મિમિ,માતર ૬૨ મિમિ,જલાલપોર ૬૧ મિમિ,માંડવી ૬૦ મિમિ,કવાંટ ૫૯ મિમિ,રાણપુર ૫૯ મિમિ, સાંખેડા  ૫૮ મિમિ,વાસો ૫૬ મિમિ,જંબુસર ૫૩ મિમિ, નવસારી ૫૨ મિમિ,પેટલાદ અને બોડેલી ૫૦-૫૦ મિમિ,અંગરોડ ૪૯ મિમિ, ખેડા ૪૮ મિમિ,દસ્ક્રોઈ ૪૬ મિમિ, પાદરા અને સિનોર ૪૬-૪૬ મિમિ, વ્યારા, ડોલવણ અને ચીખલી ૪૫-૪૫ મિમિ,આમોદ ૩૮ મિમિ,કઠલાલ  અને ઓલપાડ ૩૬-૩૬ મિમિ વરસાદડ નોંધાયો છે.

સાથે આનંદ ૩૩ મિમિ, જાંબુઘોડા ૩૦ મિમિ,ગઢડા ૨૯ મિમિ, બાવળા ૨૮ મિમિ,હાલોલ ૨૫ મિમિ, કપડવંજ ૨૪ મિમિ વરસાદ નોંધાયો છે.

રાજ્યના ૫૧ તાલુકાઓમાં ૧ મિમિ થી લઇ ૧૯ મિમિસુધી નો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમની જળસપાટી સતત વધી ને આજે સવારે ૮ કલાકે ૩૪૧.૬ ફૂટે પોહોંચી છે , ડેમ માં ૨,૯૫,૪૫૭ ક્યુસેક પાણીના ઇનફ્લો સામે ૧,૯૦,૫૯૧ ક્યૂસે પાણી છોડાય રહ્યું છે આ લખાય રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૧૦ કલાકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે.

(11:53 am IST)