Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

આજે વિશ્વ હડકવા દિવસે રાજપીપળાના પશુ દવાખાને કેમ્પ યોજાયો : મોટી સંખ્યામાં પશુઓને સારવાર અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળા ઘોડા પાસે આવેલા પશુ દવાખાના ખાતે આજે વિશ્વ હડકવા દિવસ નિમિત્તે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના પાલતુ પશુઓને નિઃશુલ્ક સારવાર આપી સાથે સાથે ડોગ,કેટ ના માલિકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તા.28મી સપ્ટેમ્બર ના દિવસે સમગ્ર વિશ્વમાં રેબિસ (હડકવા) દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે બરોડા ફાર્માસી કંપનીના સહયોગ થી યોજાયેલા આ કેમ્પ માં જિલ્લાના વડા ડો.જે.આર.દવે,ડો. મહેશ ચૌધરી, રાજપીપળા પશુ દવાખાના ના ડો.કેશવ રાઠવા,ડો.વસીમ સૈયદ,ડો.નિર્મલ પટેલ સહિતનાઓ એ હાજર રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.આજના આ કેમ્પમાં મોટી સંખ્યામાં પશુઓને લઈ તેમના માલિકો આવ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો.

(11:35 am IST)