Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

તરોપા બસ સ્ટેન્ડ પર બીજા દિવસે બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા,પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જોકે ડેપો મેનેજર પી.પી.ધામાંના જણાવ્યા મુજબ બે બસો ફાળવી દેવાઈ છે પરંતુ રોડ ખરાબ હોવાના કારણે મોડી પડતા વિદ્યાર્થીઓ આમ કરે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો દ્વારા બસના રૂટ બાબતે વારંવાર સવાલો ઉઠ્યા હોય ગઇકાલે તરોપા ગામના બસ સ્ટેન્ડ પાસે 100થી વધુ બિદ્યાર્થીઓએ રોડ પર બેસી આંદોલન કર્યું હતું ત્યારબાદ આજે ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો,જોકે આજે બીજા દિવસે પણ તરોપામાં બસની રાહ જોઈ ઉભેલા શાળામાં જતા વિધાર્થીઓ બસ ન આવતા અકળાઈ ઉઠ્યા હતા અને રસ્તા પર બેસી ગયા હતા ત્યારબાદ કોઈ વ્યવસ્થા થઈ હતી પરંતુ શાળાના સમયે આ વિદ્યાર્થીઓ ન પહોંચતા તેમનો અભ્યાસ બગડતો હોવાનું તેમને જણાવ્યું હતું ત્યારે આ રૂટ ની બસો ક્યારે નિયમિત થશે એ જોવું રહ્યું.
 જોકે આ બાબતે રાજપીપળા એસટી ડેપોના મેનેજર પી.પી.ધામાં એ જણાવ્યું કે ગઈકાલે માથાકૂટ થયા બાદ આજે અમે આ રૂટ પર બે બસો અલગ ફાળવી છે પરંતુ રાજપીપળા માં ઠેર ઠેર રસ્તા ખોદાયેલા હોવાથી ટ્રાફિક જામ ના કારણે બસ મોડી પડતા સમયસર ન પહોંચી શકે માટે આ પરિસ્થિતિ ઉભી થાય છે.હવે પોલીસ વિભાગ સાથે વાતચીત કરી કોઈ અન્ય વિકલ્પ કાઢીશું.

(11:26 am IST)