Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મચ્છરોના બ્રિડિંગ મુદ્દે આર્વી ડેનિમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની એડમીન ઓફિસને સીલ કરી દેવાઈ

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ 421 એકમોમાં ચકાસણી કરતા 227 એકમોમાં મચ્છરોનું બ્રિડિંગ મળ્યું : 55 એકમોને 4.13 લાખનો દંડ ફટકાર્યો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા મચ્છજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે શહેરમાં કોર્મર્શીયલ એકમોમાં ચકાસણી કરવામાં આવી હતી. મ્યુનિ.ના હેલ્થ ખાતાએ 421 એકમોમાં ચકાસણી કરી હતી જે પૈકી 227 એકમોમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું હતુ જેના કારણે નોટિસ ફટકારી હતી જ્યારે મચ્છરોના હેવી બ્રિડિંગ મુદે બહેરામપુરા વોર્ડમાં આવેલી ડેનિમ ટેક્સટાઇટલ ઇન્ડસ્ટ્રીઝની એડમીન ઓફિસને સીલ કરી દેવામાં આવી હતી. મ્યુનિ.એ 55 એકમોને 4.13 લાખનો દંડ ફટકાર્યો હતો. મ્યુનિ.એ બોડકદેવની સ્ટેલર કોમ્પલેક્ષને 25 હજાર, લાંભાના કોમેન્ટ હાઉસને 20 હજાર, બોડકદેવના ટીઆરપી મોલને 15 હજાર અને લાંભાના જયેશ ટેક્સ ટાઇલને 15 હજારનો દંડ ફટકાર્યો હતો.

અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિનાથી સતત મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે જેના કારણે શહેરમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસ વધ્યાં છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ઝરમર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે કોર્મર્શીયલ એકમો અને ઇન્ડસ્ટ્રીઝમાં જાળવણીના અભાવે ધાબા ઉપર અને ભોંયરામાં પાણી ભરાય છે જ્યાં મચ્છરોનું બ્રિડિંગ થાય છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરે છે જેથી અમદાવાદ મ્યુનિ.એ આજે શહેરભરના કોર્મર્શીયલ કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં મચ્છરોના બ્રિડિંગ મુદ્દે તપાસ હાથ ધરી હતી તો કેટલાય એકમોમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા જેથી તેઓને દંડ કરાયો હતો જ્યારે બીજી વાર જો મચ્છરોનું બ્રિડિંગ મળી આવશે તો એકમને સીલ કરવાની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જે એકમોને દંડ ફટકાર્યો તેની યાદી આ મુજબ છે

એકમનું નામ                                                               દંડ
1. સ્ટેલર કોમ્પલેક્ષ, બોડકદેવ                                  25 હજાર
2. કોમેટ હાઉસ, લાંભા                                           20 હજાર
3. ટીઆરટી મોલ, બોડકદેવ                                   15 હજાર
4. જયેશ ટેક્સટાઇલ, લાંભા                                    15 હજાર
5. લુબી ઇન્ડસ્ટ્રીઝ, સૈજપુર                                     10 હજાર
6. સુકેતુ કોમ્પલેક્ષ, નિકોલ                                      10 હજાર
7. કેડમેટ ઇન્ડસ્ટ્રીઝ, રામોલ                                   10 હજાર
8. મારુધર ઇન્ડસ્ટ્રીઝ, રામોલ                                 10 હજાર
9. એસટી બસ ટર્મિનલ, ગીતામંદિર                       10 હજાર
10. પોલીમર રબર ઇન્ડસ્ટ્રીઝ, જમાલપુર                10 હજાર
11. રત્ના હાઇસ્ટ્રીટ, નારણપુરા                               10 હજાર
12. શુકન કોમ્પલેક્ષ, થલતેજ                                   10 હજાર
13. દેવ આદિત્ય કોમ્પલેક્ષ, થલતેજ                        10 હજાર
14. શિવાલીક હ્યુન્ડાઇ, સરખેજ                             10 હજાર
15. વીડા ક્લીનીકલ રિસર્ચ સેન્ટર, સરખેજ             10 હજાર

(11:28 pm IST)