Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દેડીયાપડા પો.સ્ટે.ના પ્રોહિબીશન ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબી,નર્મદાએ દબોચી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા- ફરતા આરોપીઓને પકડવા માટે તેમના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારો થી ઝડપી પાડી જેલ હવાલે કરવાની કામગીરી કરવા સુચના મળતા એ.એમ.પટેલ,પી.આઈ LCB ના સુપરવિઝન હેઠળ પી.એસ.આઈ. સી.એમ.ગામીત તથા LCB સ્ટાફ ની સંયુક્ત બાતમી ના આધારે દેડીયાપાડા પોલીસ સ્ટેશન પ્રોહિ.એક્ટ મુજબના કામે નાસતો ફરતો આરોપી છગનલાલ શાંતીલાલ વસાવા રહે.વડ ફળીયુ વાડવા તા. દેડીયાપાડા જી.નર્મદા પોતાના ઘરે હાજર હોય તેને વાડવા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:03 pm IST)
  • બપોરે ધોરાજીમાં ભૂકંપનો આંચકો : રાજકોટ - પોરબંદર હાઈવે ઉપર આવેલ રાજકોટથી ૧૦૦ કિ.મી. દૂર ધોરાજી શહેરમાં ૩:૪૫ વાગ્યે અત્યારે ભૂકંપનો જોરદાર આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ છવાઈ ગયેલ : અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા (કિશોર રાઠોડ, ધોરાજી) access_time 3:59 pm IST

  • ટ્રેકટર સળગાવવા મામલે પીએમ મોદીની ટિપ્પણીઃ જેમની ખેડૂતો પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાડી access_time 4:04 pm IST

  • આજથી ખુલ્યા ત્રણ મહત્વના IPO: યુટીઆઇ AMC, મઝગાંવ ડોક અને લિખિતા ઇન્ફ્રા : ૧ લી ઓકટોબરે ત્રણેય ઇસ્યુ બંધ થશે access_time 11:21 am IST