Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

શિનોર તાલુકાને સરફેસ સોર્સ આધારિત પીવાનું પાણી મળશે

સરફેસ સોર્સને સરકાર દ્વારા વહીવટી મંજૂરી અપાઇ : આ યોજનાથી શિનોર તાલુકાનાં ૭૨,૭૦૭ની વસતી ધરાવતા ૪૧ ગામો અને બે નર્મદા વસાહતને લાભ મળશે

વડોદરા ,તા.૨૯ : વડોદરા જિલ્લામાં અત્યાર સુધી ભૂગર્ભ જળ આધારિત સોર્સ ઉપર નિર્ભર શિનોર તાલુકામાં હવે વડોદરા બ્રાન્ચ કેનાલ આધારિત યોજના બનાવીને સમગ્ર તાલુકાને સરફેસ વોટર સોર્સ આધારિત કરવામાં આવી રહ્યુ છે. અંદાજિત રૂ.૫૪૯૨ લાખના ખર્ચે તૈયાર થનાર યોજનાને રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે. યોજનાનાં કારણે શિનોર તાલુકાની કુલ ૭૨,૭૦૭ વસતીને સરફેસ સોર્સ આધારિત પીવાનું શુધ્ધ પાણી મળશે તેમ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે. મંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યુ છે કે, પીવાનાં પાણી માટે વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં ૭૨,૭૦૭ની વસ્તી ધરાવતા ૪૧ ગામો અને ૦૨ નર્મદા વસાહત અત્યાર સુધી ભૂગર્ભ જળ આધારિત સોર્સ ઉપર નિર્ભર હતા. રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની સુવિધા પેટે બોર આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરાયેલુ છે.

તાલુકામાં હાલ કુલ ૪૧ વ્યક્તિગત પાણી પુરવઠા યોજના કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર તાલુકા માટે વડોદરા બ્રાન્ચ કેનાલ આધારિત યોજના બનાવીને સમગ્ર તાલુકાને સરફેસ વોટર સોર્સ આધારિત કરવામાં આવી રહી છે. યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. ૫૪૯૨ લાખ થશે. જેને તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦થી તાંત્રિક મંજૂરી મળી ગયેલ છે તથા જૂન-૨૦૨૦થી રાજ્ય સરકાર દ્વારા તેને વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે. યોજનાનાં કારણે તાલુકાની કુલ ૭૨,૭૦૭ વસતીને સરફેસ સોર્સ આધારિત પીવાનું પાણી મળશે. વસ્તીમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો તથા પશુ પાલનના વ્યવસાયમાં વધારો થતા પીવાના પાણીની માંગમાં પણ વધારો થયો છે તેમજ તેના ભુગર્ભ જળ પણ નીચે ઉતર્યા છે. શિનોર જુથ પાણી પુરવઠા યોજનામાં સામેલ શિનોર તાલુકામાં આવેલા ગામોમાં ખાસ કરીને દર વર્ષે ઉનાળા દરમ્યાન પીવાના પાણીની ઉદભવતી તંગી, લોક્લ સોર્સમાં બિનપીવાલાયક પાણી સહિતની સમસ્તાઓના નિરાકરણ અંતર્ગત કરજણના પુર્વ ધારાસભ્ય સુભાષ પટેલ તથા અક્ષય પટેલ સહિતના પદાધિકારીઓ તરફથી રજુઆતો મળી હતી.

રજુઆતોને ધ્યાને લઈ ૪૧ ગામ અને નર્મદા વસાહતના ગ્રામજનોને સરળતાથી અને સમગ્ર વર્ષ દરમ્યાન સરફેસ પાણી આધારીત યોજનાનો લાભ મેળવી શકે તે હેતુથી નર્મદા મેઇન કેનાલ પાસે વડોદરા બ્રાંચ કેનાલ ગુતાલ ઓફટેક પરથી બલ્ક પાઇપલાઇનમાંથી રો વોટર મેળવી સાધલી મેઈન હેડવર્કસના ૧૨.૦૦ એમ.એલ.ડી ક્ષમતા ધરાવતા ફીલ્ટર પ્લાન્ટમાંથી ફીલ્ટર કરી લોકોને પીવાનુ શુધ્ધ પાણી વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

(10:00 pm IST)
  • આજથી ખુલ્યા ત્રણ મહત્વના IPO: યુટીઆઇ AMC, મઝગાંવ ડોક અને લિખિતા ઇન્ફ્રા : ૧ લી ઓકટોબરે ત્રણેય ઇસ્યુ બંધ થશે access_time 11:21 am IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,500 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 62,23,519 થઇ હાલમાં 9,40,473 એક્ટીવ કેસ: વધુ 86,061 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 51,84,634 રિકવર થયા : વધુ 1178 લોકોના મોત સાથે મૃત્યુઆંક 97,529 થયો access_time 1:04 am IST

  • IPLમાં કુલ ૩૪૯૮ રન બન્યા : ૧૫૩ છગ્ગાઓ લાગ્યા : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચ ઉપર : ગઈકાલ સુધી આઈપીએલમાં ૧૦ મેચ રમાયા : ૨૩૭૯ બોલ ફેંકાયા : જેમાંથી ૩૪૯૮ રન બન્યા : ૧૨૧ વિકેટો પડી : ૧૫૩ છગ્ગાઓ, ૨૭૧ ચોગ્ગા લાગ્યા : ૨૩ ફીફટી અને ૨ સદી બની : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચના સ્થાને છે access_time 3:11 pm IST