Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

તાપી જિલ્લામાં કોરોનાના 21પોઝીટીવ કેસ નોંધાયા : દર્દીઓનો કુલ આંક 595 પર પહોંચ્યો

તાપી જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. મંગળવારના રોજ નવા 21 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 595 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 26 પર પહોંચ્યો છે.

 જિલ્લામાં આજરોજ કુમ્ભારવાડ-બુહારી ખાતે 27 વર્ષીય યુવાન, જિન ફળિયુ-બુહારીમાં 65 વર્ષીય વૃદ્ધ, ટપાલી ફળિયું-રાનવેરીમાં 35 વર્ષીય મહિલા, 19 વર્ષીય યુવાન, ભાણપુર ફળિયું-પાટીમાં 49 વર્ષીય પુરુષ, સરપંચ ફળિયું-ચુનાવાડીમાં 44 વર્ષીય મહિલા, સરપંચ ફળિયું- ચુનાવાડીમાં 21 વર્ષીય યુવતી, નિશાળ ફળિયું-આમણિયામાં 40 વર્ષીય મહિલા, આરાધાના સોસાયટી-વ્યારામાં 35 વર્ષીય યુવાન, નિશાળ ફળિયું- ચાંપાવાડીમાં 28 વર્ષીય યુવાન, નિશાળ ફળિયું- ચાંપાવાડીમાં 61 વર્ષીય વૃદ્ધ, કેશરીનંદન સોસાયટી-ગુણસદામાં 58 વર્ષીય પુરુષ, ડુંગરી ફળિયું-પીપળકુવામાં 22 વર્ષીય મહિલા, માછલી ફળિયું- ધજામ્બામાં 29 વર્ષીય મહિલા, નવચુડી ફળિયું- બેડીમાં 18 વર્ષીય યુવતી, ઝરણ ફળિયું- પાંચપીળામાં 30 વર્ષીય યુવાન, નિશાળ ફળિયું- ટોકરવામાં 37 વર્ષીય યુવાન, પરચુલીમાં 21 વર્ષીય યુવાન, આનંદપુરમાં 21 વર્ષીય મહિલા, નિમ્ભોરામાં 32 વર્ષીય યુવાન, નિમ્ભોરામાં 41 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયા છે.

(6:51 pm IST)
  • ' જનોઈની કસમ ,આ વખતે બીજેપી ને વોટ નહીં ' : અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રી રામ એરપોર્ટ માટે સંપાદન કરાયેલી જમીનનું યોગ્ય વળતર ન મળ્યું : જબરદસ્તી સહીઓ લેવાઈ ગઈ : ખેડૂતોનો ઉગ્ર આક્રોશ : સમાજવાદી પાર્ટીએ ખેડૂતોના હક્ક માટે લડત આપવા તૈયારી બતાવી access_time 7:41 pm IST

  • 30 સપ્ટે.ના રોજ બાબરી ધ્વંસનો ચુકાદો : ફાંસી થાય તો મંજુર પણ જામીન નહીં માંગુ : કોરોના સંક્રમિત ભાજપ આગેવાન ઉમા ભારતીએ હરિદ્વારથી ભાજપ અધ્યક્ષને પત્ર લખી જાણ કરી access_time 8:24 pm IST

  • તામિલનાડુમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન : થોડી છૂટછાટ સાથે લોકડાઉન આખા ઓક્ટોબર માસ સુધી અમલી બનાવાયું access_time 7:49 pm IST