Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

બનાસડેરીની 16માંથી 9 બેઠકો બિનહરીફ શંકરભાઈ ચૌધરીનું પ્રભુત્વ યથાવત

દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, વાવ, રાધનપુર, સાંતલપુર, સુઇગામ અને લાખણી બેઠક બિનહરીફ

અમદાવાદ : એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના 6 ડિરેક્ટરો માટે આવનારી 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ છે. જેમાં મોટા મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.બનાસડેરીની 16માંથી 9 બેઠકો બિનહરીફ થઇ છે. 9 બેઠકો બિનહરીફ થતાં બનાસ ડેરી પર શંકરભાઈ ચૌધરીનું પ્રભુત્વ યથાવત રહ્યું છે.

બનાસડેરીની ચૂંટણીને લઇ સહકાર અને સરકારી રાજકારણ ગરમાયું છે. ત્યારે બનાસડેરી ડિરેક્ટરની ચૂંટણીમાં 16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા છે. 16માંથી 9 બેઠકો બિનહરીફ થતા 7 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, વાવ, રાધનપુર, સાંતલપુર, સુઇગામ અને લાખણી બેઠક બિનહરીફ થઇ છે.

આ બિનહરીફ થયેલી 9 ડિરેક્ટરો શંકર ચૌધરીના સમર્થનમાં હોવાથી શંકર ચૌધરી બિનહરીફ થયા છે. દાંતીવાડા બેઠક પર ડિરેક્ટર માટે પરથીભાઇ ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. પરથીભાઇ ચૌધરી શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં હોવાની માહિતી મળી રહી છે. મહત્વનું છે કે, એશિયાની સૌથી મોટી અને વર્ષે 12,000 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે

આજે તાલુકાઓમાં માત્ર એક જ ઉમેદવારી પત્રો આવતા ઉમેદવારો બિનહરીફ થયા છે તેમાં
રાધનપુર - શંકરભાઈ ચૌધરી
સાંતલપુર - રાઘાભાઈ આયર
સુઈગામ - મુળજીભાઈ પટેલ
ધાનેરા - જોઈતાભાઈ પટેલ
દાંતીવાડા - પરથીભાઈ જે. ચૌધરી
અમીરગઢ - ભાવાજી રબારી
વાવ - રાયમલભાઈ કે. ચૌધરી
દાંતા - દિલીપસિંહ બારડ અને
લાખણી - ધુડાભાઇ ઉ. ચૌધરી નો સમાવેશ થાય છે

(6:36 pm IST)