Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અમદાવાદની વટવા જીઆઈડીસીમાં વીજ કરંટ લાગતા બે યુવકોના સારવાર દરમ્યાન મૃત્યુ

અમદાવાદ: શહેરની વટવા જીઆઇડીસીમાં વીજ કરંટ લાગતાં બે યુવકો સખત રીતે દાઝી ગયા હતા. બન્નેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે વટવા જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ કેસની વિગત એવી  છે  વટવા જીઆઇડીસીમાં ફેઝ-4 ખાતે આવેલી એન.કે.આર એન્જીનીયરીંગ કંપનીમાં નોકરી કરતા અમીતકુમાર. એસ. મહંતો (ઉ.વ.38) કંપનીમાં વેલ્ડીંગ કરી રહ્યા હતા, ત્યારે તા.26ના રોજ સાંજે 7.30 વાગે ફેબ્રીકેશન શોપમાંગ વીજ કરંટ લાગતાં યુવક સખત રીતે દાઝી ગયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં વટવા જીઆઈડીસીમાં ગાયત્રી ડાઇઝ કેમિકલ કંપનીમાં નોકરી કરતા અને ત્યાં જ રહેતા અજય શોસી મહંતો  (ઉ.વ33) કંપનીમાં કામ કરતા હતા, તા. 25ના રોજ સાંજે ઇલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા કેમીકલ વેસલમાં પણ આગ પહોચી હતી જેથી યુવક દાઝી ગયો હતો. જેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)