Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આવનારા નવરાત્રી, દિવાળીના તહેવારો પૂર્વે ફરસાણ, મીઠાઈનું ચેકીંગ જરૂરી

નવા નિર્ણય મુજબ હવે ખુલ્લી મીઠાઇ વેચનારા વેપારીઓએ ૧ લી ઓક્ટોબરથી એક્સપાયરી ડેટ આપવી પડશે:જોકે આવનારા મોટા તહેવારો પહેલા આ નિર્ણય કેટલો સફળ થશે એ સમય જ બતાવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ મીઠાઇના વેચાણ પર એક નવો નિયમ બનાવ્યો છે.આ નવા નિયમના અમલ બાદ હવે ગ્રાહકો બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઈ ઓની એક્સપાયરી ડેટ મેળવી શકશે.આ નિયમ હેઠળ હવે વેપારીઓએ ખુલ્લી મીઠાઇના ઉપયોગ  માટે સમય મર્યાદા આપવાની રહેશે. અને આ નિયમ ૧ લી ઓક્ટોબરથી લાગુ થશે તેમ પણ જાણવા મળ્યું છે.ત્યારે હવે આવનારા મોટા તહેવારો પહેલા આ નિર્ણય કેટલો સફળ થશે એ સમય જ બતાવશે.જોકે જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લામાં કેટલાક વેપારીઓ રેડીમેડ માવો (પાઉડર વાળો મિલાવટી માવો) ખીરીદી મીઠાઈ બનાવતા હોય અથવા રેડીમેડ મીઠાઈ લાવી વેંચતા હોય એ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છતાં બિન્દાસ વેચાણ થાય તો એ બાબતે કોણ પગલાં લેશે..?
 જોકે રાજપીપળા ખાતે ફૂડ એન્ડ ડ્રગ ની કચેરી કાર્યરત નથી આ કચેરી ભરૂચ ખાતે હોય અમુક તહેવારો માં ફરસાણ મીઠાઈ સહિત ની દુકાનો નું ચેકીંગ કરાઈ છે જેમાં ખાસ કરી કોઈ વાંધા જણાતા નથી ત્યારે આવા નિયમો નો પણ કેટલો અમલ થશે અને અમલ બાબતે ની તટસ્થ તપાસ કોણ કરશે એ આવનારો સમય બતાવશે

(4:59 pm IST)