Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ડરબન ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓના અકસ્માતમાં મોત

ટાયર ઉછળીને કારમાં ભટકાતા કાર ત્રણ થી ચાર પલ્ટી મારી ગઈ : ઈમ્તિયાઝ, આસીફ અને સફવાનનું મોત

બારડોલી,તા.૨૯ :  દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામના રહેવાસી અને હાલ ડરબન શહેરમાં રહેતા ત્રણ લોકોના અકસ્માતમાં મોત થતા તેમના વતન તડકેશ્વરમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.

અકસ્માતમાં કારમાં સવાર ઇમ્તિયાઝ હનીફ દેસાઇ ઉર્ફે પ્યાલી, આસિફ ઐયુબ લીંબાડા, સફવાન અબ્દુલ કુવાડીયાના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. મૂળ તડકેશ્વરના વતની અને હાલ ડરબન શહેરમાં રહેતા યુવાન શનિ-રવિની રજા હોવાથી ફરવા માટે ગયા હતા. આ દરમિયાન આગળ ચાલતી કારનો અકસ્માત થતા પાછળથી ચાલતી કાર પણ ધડાકાભેર અથડાઈ હતી. આ દરમિયાન ત્રણેયના મોત નિપજયા હતા. ત્રણેયના મોતના પગલે સાઉથ આફ્રિકામાં રહેતા પરિવાર અને તડકેશ્વરમાં રહેતા સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા તડકેશ્વરમાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મૃતકના પરિવારને સાંત્વના આપવા પ્રયાસ કર્યો હતો.

શનિવાર અને રવિવારે નોકરીની રજા હોવાથી ડરબન ફરવા માટે ગયાં હતાં અને ત્યાથી પરત પોતાના ઘરે આવતા હતાં. આ દરમિયાન તેમની આગળ ચાલતી કારનો કોઈ કારણોસર અકસ્માત થતા તે કારનું ટાયર ઉછળીને પાછળનાં ભાગે આવતી આ યુવાનોની કારમાં ટકરાતાં કાર ત્રણ-ચાર વખત પલ્ટી મારી ગઈ હતી. જેમાં ત્રણ યુવાનોનો મોત થયા હતા.

(4:07 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ ચાલુઃ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા access_time 4:04 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,500 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 62,23,519 થઇ હાલમાં 9,40,473 એક્ટીવ કેસ: વધુ 86,061 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 51,84,634 રિકવર થયા : વધુ 1178 લોકોના મોત સાથે મૃત્યુઆંક 97,529 થયો access_time 1:04 am IST

  • IPLમાં કુલ ૩૪૯૮ રન બન્યા : ૧૫૩ છગ્ગાઓ લાગ્યા : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચ ઉપર : ગઈકાલ સુધી આઈપીએલમાં ૧૦ મેચ રમાયા : ૨૩૭૯ બોલ ફેંકાયા : જેમાંથી ૩૪૯૮ રન બન્યા : ૧૨૧ વિકેટો પડી : ૧૫૩ છગ્ગાઓ, ૨૭૧ ચોગ્ગા લાગ્યા : ૨૩ ફીફટી અને ૨ સદી બની : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચના સ્થાને છે access_time 3:11 pm IST