Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વકફ મિલ્કતોનું સંરક્ષણ-વહીવટ અને સંપતિ સંબંધી કામગીરી ઝડપી બનશેઃ પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગરમાં વકફ ટ્રીબ્યુનલ કચેરીનું ઉદઘાટન કરતા ગૃહ મંત્રીશ્રી તથા કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ જાડેજા

ગાંધીનગર, તા., ર૯ :  વકફ ટ્રિબ્યુનલની કચેરીનું આજે બ્લોક નં.૬, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે કાયદા રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉદ્દદ્યાટન કર્યું હતું.

આ ઉદ્દદ્યાટન બાદ કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે વકફના વહીવટ અને વકફની  સંપત્ત્િ। સંબધિત કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર છે. વર્ષ ૧૯૯૫માં વકફ અધિનિયમ અમલમાં આવ્યો જે હેઠળ વકફની નોંધણી કરવામાં આવે છે. વકફ સંબધિત તકરારોનું ઝડપી અને સુયોગ્ય નિવારણ આવે  તે માટે વર્ષ ૨૦૧૩ વકફ અધિનિયમનો સુધારો અમલમાં આવતા ગુજરાત રાજય વકફ ટ્રિબ્યુનલ ની રચના કરવામાં આવી હતી. આ ટ્રિબ્યુનલમાં રાજયની ન્યાયિક સેવાના સભ્ય, રાજયની વહીવટી સેવાના સભ્ય અને ઇસ્લામિક કાયદા ન્યાય શાસ્ત્રના જાણકાર વિદ્વાન એમ ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. હાલ વકફ ટ્રિબ્યુનલ માં એક ચેરમેન અને બે સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવે છે. વકફ ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે ડિસ્ટ્રીકટ જજ  કક્ષાના અધિકારી ફરજ નિભાવે છે.

આ પ્રસંગે કાયદા રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે વકફ મિલકતોના સંરક્ષણ અને સંવર્ધન માટે વકફ ટ્રિબ્યુનલ મહત્વની ભૂમિકા ભજવે છે. વકફ મિલ્કતોની જાળવણી અને વિકાસ માટે ગુજરાતમાં  વકફ બોર્ડ કાર્યરત છે. વકફ સંબંધિત કોઈ પણ તકરાર, ભાડુઆત દૂર કરવા, પટ્ટેદાર સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે અને વકફ બોર્ડ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે ટ્રિબ્યુનલમાં દાવો માંડી અથવા તો અપીલ કરી શકાય છે જે તે સમયે આ સત્ત્।ા  જિલ્લાની સિવિલ કોર્ટ પાસે હતી. આજે ગુજરાત રાજય વકફ બોર્ડમાં ૧૩૦૦૦ કરતા પણ વધુ ટ્રસ્ટો નોંધાયેલા છે ત્યારે તેમના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવામાં આ ટ્રિબ્યુનલ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ પ્રસંગે ગુજરાત રાજય વકફ ટ્રિબ્યુનલના સભ્ય ડો. રિઝવાન કાદરીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે આ નવી માળખાકીય સુવિધા અને વ્યવસ્થાથી ટ્રિબ્યુનલમાં દાખલ કેસોનું વધુ ઝડપી  નિરાકરણ આવશે. ગુજરાત રાજય વકફ ટ્રિબ્યુનલમાં મોટેભાગે સંવાદિતાના માધ્યમથી દાખલ અપીલોનું સમાધાન કરાવીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત રાજય વકફ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ લેન્ડમાર્ક જજમેન્ટ તરીકે વકફ મિલકતોના સંરક્ષક પુરવાર થયા છે.

આ કાર્યક્રમમાં કાયદા વિભાગના સચિવ શ્રી ડી. એમ. વ્યાસ, ગુજરાત રાજય વકફ ટ્રિબ્યુનલના ચેરમેન એ. આઈ. શેખ,  સંયુકત ચેરિટી કમિશનર શ્રી યશવંત શુકલ, ગુજરાત રાજય વકફ ટ્રિબ્યુનલના સભ્ય શ્રી યુ. એ. પટેલ તથા કાયદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:44 pm IST)
  • ટ્રેકટર સળગાવવા મામલે પીએમ મોદીની ટિપ્પણીઃ જેમની ખેડૂતો પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાડી access_time 4:04 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST

  • હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST