Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ભરૂચ:નેત્રંગના રસ્તા પર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુકવા પડ્યા

નેત્રંગથી રાજપીપળાને જોડતા રસ્તા ઉપર બે-બે ફુટ જેટલા ઉંડા ખાડા

ભરૂચ જિલ્લાના નેત્રંગથી રાજપીપળાને જોડતા રસ્તા ઉપર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા માટે વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુક્યા હતા.

 પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતાં અંકલેશ્વર-બુરહાનપુર અને અંબાજી-ઉમરગામ બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગનું વરસાદી પાણીના કારણે ભારે ધોવાણ થયું છે,જેમાં મુખ્યત્વે નેત્રંગથી રાજપીપળાને જોડતા રસ્તા ઉપર બે-બે ફુટ જેટલા ઉંડા ખાડા પડી ગયા છે,આ રસ્તા ઉપરપસાર થવું મુશ્કેલ બન્યું હતું રોજબરોજ વાહનચાલકો પડી રહ્યાં હતા અને અક્સમાતનો ભય હતો એટલે  વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુક્યા હતા.

(12:24 pm IST)