Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ગોધરા દાહોદ હાઇવે પર ઓરવાડા નજીક ટ્રકે બાઇકચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત

બાઇક ચાલક રસ્તા પર પટકાતા અને ટ્ર્કના આગળના પૈડાં તેના પરથી પસાર થઈ જતા ઘટનાસ્થળે મોત

ગોધરા દાહોદ હાઇવે પર ઓરવાડા પાસે એક ટ્રક ચાલકે રસ્તો ઓળગી રહેલ બાઇક ચાલક ને અડફેટમાં લેતા બાઇક ચાલક રસ્તા પર પટકાયો હતો અને બરાબર ટ્રક ના આગળ ના પૈડાં તેના પરથી પસાર થઈ જતા તેનું સ્થળ પરજ કમકમાટીભર્યું મોત થઈ ગયું હતું 27 વર્ષીય યુવાન ઓરવાડા ગામ નો જ હતો અને ખાસ ઓરવાડા ની આ વાઘજીપૂર ચોકડી અકસ્માત ઝોન તરીકે ઓળખાતી થયેલ છે ત્યારે વધુ એક અકસ્માતમાં યુવાન હોમાઈ ગયો છે

(12:11 pm IST)
  • IPLમાં કુલ ૩૪૯૮ રન બન્યા : ૧૫૩ છગ્ગાઓ લાગ્યા : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચ ઉપર : ગઈકાલ સુધી આઈપીએલમાં ૧૦ મેચ રમાયા : ૨૩૭૯ બોલ ફેંકાયા : જેમાંથી ૩૪૯૮ રન બન્યા : ૧૨૧ વિકેટો પડી : ૧૫૩ છગ્ગાઓ, ૨૭૧ ચોગ્ગા લાગ્યા : ૨૩ ફીફટી અને ૨ સદી બની : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચના સ્થાને છે access_time 3:11 pm IST

  • બપોરે ધોરાજીમાં ભૂકંપનો આંચકો : રાજકોટ - પોરબંદર હાઈવે ઉપર આવેલ રાજકોટથી ૧૦૦ કિ.મી. દૂર ધોરાજી શહેરમાં ૩:૪૫ વાગ્યે અત્યારે ભૂકંપનો જોરદાર આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ છવાઈ ગયેલ : અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા (કિશોર રાઠોડ, ધોરાજી) access_time 3:59 pm IST

  • હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST