Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સુરતમાં બ્રાન્ડેડની નકલી વસ્તુઓ ઓનલાઇન વેચવાનું કૌભાંડ ઝડપાયું :11 લાખથી વધુનો મુદામાલ કબ્જે :આરોપીની ધરપકડ

વરાછા વિસ્તારની જય અંબે નામની વોચની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળનું ડૂપ્લિકેશન કરીને નકલી ઘડિયાળનું અસલી ના બહાને વેચાણ કરતા

સુરત: વરાછા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળનું ડુપ્લિકેશન કરીને વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે અને તે પણ ઓનલાઈન જોકે આ અંગેની ફરિયાદ વરાછા પોલીસને મળતા પોલીસે કુલ 11 લાખથી વધુની નકલી ઘડિયાળ સાથે એક આરોપી ધરપકડ કરી લીધી છે.

 

   સુરતમાં ચશ્મા શૂઝ બાદ હવે નકલી ઘડિયાળ પણ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જય અંબે નામની વોચની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળનું ડૂપ્લિકેશન કરીને નકલી ઘડિયાળનું અસલી ના બહાને  ઓનલાઈન વેચાણ કરતા હતા આ અંગે ની જાણ બ્રાન્ડેડ કંપની મણસો દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ સ્થળ પર દરોડા પાડ્યા હતા

  તપાસ કરતા તમામ ઘડિયાળ નકલી હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે કુલ 11 લાખથી વધુની અલગ-અલગ બ્રાન્ડની નકલી ઘડિયાળો કબ્જએ લઈને એક આરોપી મહેન્દ્ર પુરોહિતની ધરપકડ કરી છે.

 
 
(7:06 pm IST)