Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

મહેસાણાના કડીમાં એસ.ટી.ની હડફેટે શખ્સનું મોત નિપજતા ચાલકને બે વર્ષની કેદ

મહેસાણા:કડીમાં ૧૩ વર્ષ અગાઉ સર્જાયેલા માર્ગ અકસ્માતના કેસમાં કોર્ટે એસ.ટી ચાલકને કસુરવાર ઠેરવ્યો હતો અને બે વર્ષની કેદ અને રૂ.૩૧૦૦ ના દંડનો હુકમ કર્યો છે. 

કડી ડેપોમાંથી તા.રપ/૦૮/ર૦૦પ ના રોજ કડી-વિરમગામ રૂટની એસ.ટી બસ રોજીદા ક્રમ મુજબ નીકળી હતી. આ એસ.ટી બસ સાંજે ૭ વાગ્યાના સુમારે વિરમગામથી કડી એસટીડેપોમાં પરત ફરી રહી હતી તે વખતે માર્ગમાં કડીના પશુદવાખાના નજીક એસટી ચાલક મહેશભાઈ ભીખાભાઈ રાવલે રોડ પર સામેથી પગપાળા આવી રહેલા એક રાહદારીને એકાએક બસની ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં રાહદારીનું મોત નિપજયુ હતુ. 

આ ઘટના અંગે એસટીના કંડકટર પ્રભુદાસ પટેલે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની સુનાવણી તાજેતરમાં કડીના જયુ.મેજીસ્ટ્રેટ ત્રિવેદીની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. 

(6:40 pm IST)