Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ભરૂચના વેજલપુરથી અંબાજી પદયાત્રા સંઘ રવાના: 120 પદયાત્રીઓએ 52 ગજની 21 ધ્વજાઓ લઈને કર્યું પ્રસ્થાન

ધ્વજાઓ બારસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવશે.

ભરૂચ : ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાના પ્રાગટય દિવસ નિમિતે દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે. “બોલ માડી અંબે, જય જય અંબે”ના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે.

ભરૂચના વેજલપુરથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૫ વર્ષથી પદયાત્રાનું આયોજન કરાતાં આ વર્ષે પણ 120 જેટલા પદયાત્રીઓ 52 ગજની 21 ધ્વજાઓ લઈને અંબાજી ધામ જવા રવાના થયા છે. આ ધ્વજાઓ બારસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવશે. તમામ પદયાત્રીઓ અંબાજીના દરબારમાં પહોંચી શ્રદ્ધા પૂર્વક માતાને વંદન કરી ધન્યતા અનુભવશે.

(10:36 pm IST)