Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગુજરાતભરમાં મેઘસવારી યથાવતઃ ઝરમરથી ૬II ઇંચ

ચોમાસાની સીઝનનો ૯પ% વરસાદ નોંધાયો ઉકાઇ ડેમમાં પાણી છોડવાનું ચાલુ પ૭ જળાશયો છલકાયા હજુ ૭ર કલાક વરસાદની આગાહી

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી તા.ર૯ : પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોમાં મેઘરાજા રાજયના અનેક વિસ્તારોમાં હેત વરસાવી રહ્યા છે. ડેમો અને જળાશયોની જળસપાટીઓ પણ સતત વધી રહી છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બધની જળસપાટીએ અત્યાર સુધી સર્વોચ્ચ કહી શકાય તેવી ૧૩૪ મીટરને વટાવી છ.ે

નર્મદા ડેમમાંથી છોડાતા પાણીને પગલે ભરૂચના ગોલ્ડન બ્રીજની હાલ સપાટી પણ ર૪ ફુટની ભયજનક સપાટી વટાવી આજે ર૭ ફુટ નજીક પહોંચી છે.

તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હજુ પણ આ પંથકના નદી કિનારાના ગામોને એલર્ટ રખાયા  છે. જો કે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટયું છે.

ઉકાઇ ડેમના  જસળપાટી સહેજ ઘટીને ગઇકાલે રાત્રે ૧ર વાગ્યે ૩૩૭.૬૩ ફુટે પહોંચી છે. ડેમમાં હજુ પણ ૧,૧૮,પ૮૮ કયુસેક પાણીનો  થઇ રહ્યો છે જયારે ર૩.૩૩૬ કયુસેક પાણી છોડાઇ રહ્યુંછ.ે

રાજયમાં આજે સવાર સુધીના ૯પ ટકા જેટલો વરસાદ વરસી ચુકયો છે જેને કારણે રાજયના કુલ ર૦૪ જળસપાટીમાંથી ૩ર જળાશયો છલકાયા છે પ૭ જળાશયોમાં ૭૦ થી ૧૦૦ ટકા પાણી ભરાયા છે. જવારે રર જળાશયો પ૦ થી ૭૦ ટકા ભરાયા છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર આગામી ૭ર કલાકમાં સુરત સહિત દ.ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે જેને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે સૌ પ્રથમ કચ્છ પંથકમાં અંજાર ર૯ મી. મી. ભચાઉ ૭૧ મી. મી., ભુજ ૧૬૪ મી. મી. લખપત ર૪ મી. મી. માંડવી ૧૮ મી. મી., મુંદ્રા ર૩ મી. મી. અને નખત્રાણા ર૬ મી. મી. વરસાદ નોંધાયેલ છે. ઉ.ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં માણસમાં ૪૩ મી. મી. હારીજ ૧૧ર મી. મી. સામી ૬ર મી. મી. અને સાંતલપુર રર મી. મી. તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં ડીસા અને દિપોદર ૧૪-૧૪ મી. મી., થરાદ ૧૬ મી. મી. અને ધાનેરા ૩૦ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં બેચરાજી ૪૪ મી. મી., જોટણા ૩૮ મી. મી. કડી ર૮ મી. મી. મહેસાણ રર મી.મી. સતત વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારને જોઇએ તો અહીં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં દશકોઇ ર૧ મી. મી. છોરેજ ૪૬ મી. મી. સાણંદ ૧૭ મી. મી., અને ધોળકા ૬ર મી. મી. તો ખેડા જીલ્લાના તાલુકાઓમાં કાસર ૧૭ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

વડોદરા જીલ્લાના તાલુકાઓમાં વડોદરા પર મી. મી. પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં  ગોધરા ૧૪ મી. મી. મોરવા હડફ રર મી. મી. અને સહેરા પ૧ મી. મી. તો મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલાસીનોર અને વિરપુર ૧૪-૧૪ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

દ. ગુજરાત પંથકમાં જોઇએ તો અહીં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૧૧ મી. મી. હાસોટ ર૪ મી. મી. નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડડિયાવડા ૧ર મી. મી. તાપી જીલ્લાના તાલુકાઓમાં ડોલવણ ૧પ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

સુરત જીલ્લાના તાલુકાઓમાં ચોર્યાસી ૩પ મી. મી. કામરેજ ૧ર મી. મી., માંગરોળ ર૭ મી. મી. પલસામા પ મી. મી. ઉમરપાડા ર૬ મી. મી. અને સુરત સીટી ર૭ મી. મી. તો નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી રપ મી. મી., ગણદેવી ર૯ મી. મી., જલાલપોર ર૧ મી. મી. અને નવસારી ર૩ મી. મી. વરસાદ નોંધાયેલ છે. જયારે વલસાડ જીલ્લાનાં તાલુકાઓમાં પારડી ર૩ મી. મી., વલસાડ ૩૧ મી. મી. અને વાપી ૧૭ મી. મી., વરસાદ નોંધાયેલ છે. આ લખાઇ રહયું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ ચાલુ છે.

(3:42 pm IST)