Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સુરતમાં બાઈક સવાર દંપતી પર હુમલો કરી પુરુષને મોતનેઘાટ ઉતારનાર કાર ચાલકોને આજીવન કેદની સજા

સુરત:આજથી ચારેક વર્ષ પહેલાં મોટર સાયકલ સવાર દંપતિને હડફેટે લેનાર મારૃતિ વેનના ચાલકને ઠપકો આપનાર દંપતિ પર જીવલેણ હુમલો કરી પતિની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.કે.દેસાઈએ ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદની સજા,૫ હજાર દંડ તથા દંડ ન ભરે તો ૬ માસની કેદની સજા ફટકારી હતી.

પાંડેસરા વિસ્તારમાં રહેતા રવિન્દ્રકુમાર ભીમરાવ પાટીલ તા.૧૦-૮-૧૪ના રોજ પોતાની મોટર સાયકલ પર પાછળની સીટ પર પત્ની જાગૃત્તિબેનને બેસાડીને આવિર્ભાવ સોસાયટી વચ્ચેના રોડ પરથી પસાર થતા હતા. જે દરમિયાન મારૃતિ વાનના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવીને મોટર સાયકલ સવાર દંપતિને હડફેટે લઈને અન્ય એક વાહનને પણ ટક્કર મારી હતી.

જેથી મૂળ મહારાષ્ટ્રના વત ધુલિયા જિલ્લાના વતની મારૃતિ વેનના ચાલક દિપક ઉર્ફે દિપુ કેદારને પાટીલ દંપતિએ જોઈને વાહન ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. 

(5:20 pm IST)