Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વડોદરાના કલાલી વિસ્તારમાં ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલ પતિએ પુત્રીઓની નજરીની સામે પત્નીની કરપીણ હત્યા કરી

વડોદરા:શહેરના કલાલી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે ગત રાત્રે  ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા પતિએ ઓરમાન પુત્રીઓની નજર સામે પત્નીને મુઢ માર મારી તેમજ  માથુ દીવાલ સાથે જોશભેર ભટકાવીને  પત્નીની હત્યા કરી હતી. આ બનાવની મૃતક પરિણીતાની માતાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા પતિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 

છાણી જકાતનાકા ટીપી ૧૩ પાસેની વસાહતમાં રહેતા ૬૦ વર્ષીય વિધવા શારદાબેન નિનામાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે 'હું પરિવાર સાથે રહુ છુ અને છુટ્ટક ભંગાર વીણવાનો ધંધો કરુ છુ. મને સંતાનમાં છ પુત્રીઓ જે તમામના લગ્ન થયેલા છે. મારી સૈાથી મોટી પુત્રી ૪૦ વર્ષીય લલીબેનના જ્ઞાાતિના રિવાજ મુજબ ખરજ ગામમાં રહેતા મોહન બચુભાઈ સાથે લગ્ન થયા હતા અને લલીબેને ત્રણ પુત્રી લક્ષ્મી,અંજલી,જાગુ અને ત્રણ પુત્રો સંજય,રોકી અને ગુરુને જન્મ આપ્યો હતો. મારા જમાઈ મોહનભાઈનું નવ વર્ષ અગાઉ અવસાન થતાં લલીબેને કલાલીના ગોકુલનગર-૪માં રહેતા રોહિત મનોહર ચૈાહાણ સાથે પ્રેમલગ્ન કર્યું હતું અને તે તેના છ સંતાનો મને સોંપી તેના પતિ સાથે રહેતી હતી. 

(5:19 pm IST)