Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વિદ્યાનગરમાં મોર્નિંગ વોકમાં નીકળેલ મહિલાના ગળામાંથી તસ્કરોએ સોનાના ચેનની ઉઠાંતરી કરી

વિદ્યાનગર:ના શાસ્ત્રી મેદાન પાસે આજે વહેલી સવારના સુમારે મોનીંગ વોકમાં નીકળેલી એક મહિલાના ગળામાંથી બાઈક પર આવી ચઢેલો લૂંટારો ચેઈન તોડીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં રહેતા દર્શનાબેન વિનોદભાઈ પંડ્યા આજે સવારના છ વાગ્યાના સુમારે ઉઠીને મોનીંગ વોક માટે નીકળ્યા હતા. દરમ્યાન બીજેવીએમ કોલેજ પાસે એક યુવક બાઈક પર પુરપાટ ઝડપે આવી ચઢ્યો હતો અને દર્શનાબેન કાંઈ સમજે તે પહેલાં તેણે ગળામાં હાથ નાંખીને દર્શનાબેને પહેરેલ એક તોલા સોનાનો દોરો તોડીને ફરાર થઈ ગયો હતો. દર્શનાબેને બુમાબુમ કરતા અન્ય રાહદારીઓ અને વાહનચાલકો એકત્ર થઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં બાઈક સવાર ક્યાંય ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ આવી ચઢી હતી જો કે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી. 

(5:18 pm IST)