Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સપ્ટેમ્બરમાં રાજકોટમાં ૪૦૦ કલેકટર-ડીડીઓ તથા ડે. કલેકટરો-મામલતદારો આવશેઃ જબરો સેમીનાર

મહેસુલ મંત્રી-સચિવ-ઉપસચિવની હાજરીમાં ૬ મુદા અંગે મહેસુલ સેમીનાર : ફાઇલ ટ્રેડીંગ-૭/૧૨ સ્કેનીંગ-બીનખેતી ઓનલાઇન-નવી યોજના ફરજીયાત ઓનલાઇન સહીતના મુદ્દા

રાજકોટ, તા., ૨૯: આગામી તા.૬ સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં યોજાનારા મહેસુલી સેમીનાર અંગે મહેસુલ ખાતાએ ૬ મહત્વના મુદ અલગ તારવી તે અંગે તૈયારીઓ  કરવા રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ કલેકટરો-ડીડી.ઓને સુચના આપી છે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટના અટલ બિહારી વાજપૈયી હોલમાં સવારે ૯ થી ર એમ એક સેસશનમાં યોજાનારા આ મહેસુલી સેમીનારમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ૯ જીલ્લાના કલેકટરો-ડીડીઓ-ડે. કલેકટરો-મામલતદારો સહીત કુલ ૪૦૦ અધિકારીઓ હાજરી આપશે.

મહેેસુલ મંત્રી શ્રી કૌશીકભાઇ પટેલ, મહેસુલ સચિવ શ્રી પંકજ કુમાર, મહેસુલ ઉપસચિવ વિગેરેથી ઉપસ્થિતિમાં યોજાનારા આ સેમીનારમાં ૬ મહત્વના મુદા અંગે સમીક્ષા અને માર્ગદર્શન અપાશે.

આ મહત્વના મુદ્દામાં ફાઇલ મેનેજમેન્ટ ટ્રેડીંગ સીસ્ટમ, ૭/૧૨ના સ્કેનીંગ, બીનખેતી જે ઓનલાઇન પદ્ધતિ આવનાર છે, અને તે ફાઇલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલ છે તેની સમીક્ષા, સરકારની જે કોઇ પ્રજાલક્ષી નવી  યોજના આવનારી છે તેનું ૧લી ઓકટોબરથી ફરજીયાત ઓનલાઇન અરજી અને તેનું માર્ગદર્શન, વિગેરેનો સમાવેશ થાય છે, અત્રે એ મહત્વનું છે કે FMPS એટલે કે ફાઇલ મેનેજમેન્ટ-ટ્રેડીંગ સીસ્ટમમાં હજુ ૩૦ થી ૩૫ ટકા કામ અધુરૂ છે, રાજકોટ ઉપરાંત સોૈરાષ્ટ્રના અનેક જિલ્લામાં આવી સ્થિતિ છે, આથી આ મુદ્દા ઉપર ખાસ ભાર મુકાયો છે.

(4:09 pm IST)