Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સુરતમાં હાર્દિકના સમર્થનમાં ખેડૂતો-પાટીદારોની ઉપસ્થિતિ

રાજકોટ : પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં હવે સુરત ખાતે ખેડૂતો અને પાટીદારોએ પ્રતિક ઉપવાસ કરીને ટેકો જાહેર કર્યો છે. પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો જોડાયા હતા. સુરત પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાને જેલ મુકત કરવા પણ માંગ કરી હતી પ્રસ્તુત તસ્વીરમાં ઉપવાસ પર બેઠેલા ભાઇઓ તથા બહેનો નજરે પડે છે. (૯.૩)

(3:57 pm IST)