Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર દ્વારા રવિવારે અમદાવાદમાં પસંદગીમેળો

 અમદાવાદઃ તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ કોમ્યુનીટી સંચાલિત લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર સંસ્થા દ્વારા લોહાણા લગ્ન ઈચ્છુક હાઈલી એજ્યુકેટેડ ઉમેદવારોનો ગેટ- ટુ- ગેધર (પસંદગી સંમેલન) લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર દ્વારા તા.૨ સપ્ટેમ્બરના અમદાવાદ ખાતે વિદેશમાં વસતા લોહાણા ઉમેદવારો અને વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો સાથો સાથ સી.એ., એન્જીનીયર્સ, એમ.બી.એ., ડોકટર્સ (તમામ પેથી હોલ્ડર્સ) જેવા હાઈલી પ્રોફેશનલ્સ લગ્ન ઈચ્છુક ઉમેદવારોનો ગેટ- ટુ- ગેધરનો કાર્યક્રમ (પસંદગી સંમેલન) યોજવામાં આવેલ છે.

રજીસ્ટ્રેશનના ફોર્મ્સ વિનામૂલ્યે લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર- ૪૧૨, એ- વિંગ, મરડીયા પ્લાઝા, એસોસીએટ પેટ્રોલ પંપ પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતેથી બપોરે ૧૨ થી ૫ દરમ્યાન મેળવી લેવા. વધુ વિગત માટે કિશોર ઠક્કર (કન્વીનર) મો.૯૯૦૪૦ ૩૫૦૫૧ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:43 pm IST)