Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

હાર્દિક પટેલને એસપીજી ગ્રૃપનો ટેકોઃ અલ્પેશ કથીરીયાને જેલ મુકત કરોઃ ૧૪૪મી કલમ રદ્દ કરો

કલેકટરને આવેદન પાઠવતા આગેવાનોઃ હાર્દિકને કાયદાકીય કાર્યક્રમો માટે પરવાનગી આપો

હાર્દિક પટેલના ટેકામાં આજે પાટીદાર આંદોલન સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું ત્યારની તસ્વીર.

 

રાજકોટ તા.૨૯: પાટીદાર અનામત આંદોલન સમિતિએ આજે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, અમો પાટીદાર સમાજના આગેવાનો (એસપીજી-ગ્રૃપ) પાટીદાર સમાજની માંગણી અને લાગણી ને માન આપીયે છીએ. અમારો હાર્દિક પટેલના ઉપવાસને જાહેર ટેકો છે.

ગુજરાતના ૧૪૪ ની કલમનું હિટલરશાહિની જેમ ભાજપ સરકાર ગેરવ્યાજબી રીતે ઉપયોગ કરી રહી છે આ ૧૪૪ની કલમને પાછી ખેંચવામાં આવે. અને ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે હાર્દિક પટેલ અને તેમના આગેવાનો ને સમાજની માંગણી માટે યોગ્ય નિર્ણય માટે કાયદાકીય કાર્યક્રમોની પરવાનગી આપવામાં આવે તેમજ અલ્પેશ કથીરીયાની ૩ વર્ષ પછી રાજકોટમાં ધરપકડ કરવામાં આવી તેનો વિરોધ છે, તેમને તેથી જેલ મુકત કરવામાં આવે.(૧.૩૧)

(3:39 pm IST)