Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્એ લીધી હાર્દિક પટેલની મુલાકાત :ધંધુકાના ધારાસભ્ય પણ પહોંચ્યા

પોલીસ પોતાની ઇમાનદારી અને ફરજ ભૂલી :પોલીસે લોકોનો ભરોસો્ તોડ્યા

અમદાવાદ :આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસ હાર્દિક પટેલને મળવા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પહોંચ્યા હતા ઉપરાંત ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. સંજીવ ભટ્ટની મુલાકાત અંગે હાર્દિકે ટ્વિટ પર લખ્યું છે કે, "વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે છાવણી પર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ હાજર રહ્યા હતા. સંજીવ ભટ્ટે કહ્યું કે પોલીસ પોતાની ઇમાનદારી અને ફરજ ભૂલી ગઈ છે. ગુજરાતની પોલીસે લોકોનો ભરોસો્ તોડ્યા છે."

  પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે આજે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે સંજીવ ભટ્ટે કહ્યું કે, "હું વ્યક્તિગત મુલાકાત લેવા માટે અહીં આવી પહોંચ્યો છું. હાર્દિકના મુદ્દા યુવાનો અને લોકોને સીધા જ સ્પર્શે છે. હાર્દિક લોકોનો અવાજ સરકારને પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ અનામતની સ્થિતિ અંગે ચર્ચા થવી જોઈએ.

   કલમ 144નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવે છે. પરંતુ અહીં તો લોકોને હાર્દિકને મળવા માટે આવતા રોકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. પ્રજા અહીં પહોંચી ન શકે તે માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. અધિકારીઓ પોતાની સૂઝબૂઝથી કામ નથી કરી રહ્યા, તેઓ સરકારની દોરવણી હેઠળ કામ કરે છે."

 

(2:10 pm IST)