Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલ ફરી વિવાદમાં :વિદ્યાર્થીઓની રાખડી કાતરથી કાપી લેતા વિરોધ :

શિક્ષકની કરતૂત સામે વાલીઓએ કરી ફરિયાદ :જિલ્લા શિક્ષણાધિકારીએ લીધી શાળાની મુલાકાત

ગાંધીનગરની મિશનરી શાળા માઉન્ટ કાર્મેલ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. રક્ષબાંધન બાદ શાળામાં આવેલા વિદ્યાર્થીની રાખડીઓ શિક્ષક દ્વારા કાતરથી કાપી લેવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે અને આથી આ શાળા વિવાદમાં આવી છે.

 સેકટર 21માં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કુલમાં રાખડી કાપવાના મુદ્દે વાલીઓએ ફરિયાદ કરી હતી અને આજે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી. બીજી તરફ વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ પણ શાળાએ પહોંચ્યા હતા અને દેખાવ કર્યા છે.

(1:40 pm IST)