Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાંથી રાધનપુરની યુવતી ગુમ : પરિવારજનોએ લગાવ્યો આરોપ

યુવતી પુખ્ત હોવાથી તેની મરજીથી જવા દીધી :સંચાલકોનો ખુલાસો :યુવતીણર ભગાડી દેવાયાનો આક્ષેપ

પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય લઈ રહેલ રાધનપુરની એક યુવતી ગાયબ થઇ ગયાના અહેવાલ મળે છે યુવતીના માતા પિતા અને પરિવારજનો યુવતીને મળવા આવ્યા  હતા. નારી સંરક્ષણ કેન્દ્રમાં આ યુવતી ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

યુવતી ન મળતા પરિવારજનોએ નારી સરક્ષણ કેન્દ્ર પર આક્ષેપ કર્યો હતો કે તેણીને કેન્દ્રમાંથી ભગાડી દેવામાં આવી છે. જ્યારે કેન્દ્રના સંચાલકોએ યુવતી પુખ્ત હોવાથી તેની મરજી મુજબ તેને તે લોકોએ જવા દીધી હતી. પરંતુ આ બાબતની પોલિસને જાણ ન કરવાને કારણે કેન્દ્રના સંચાલકો શંકાના દાયરામાં આવી ગયા છે.

(1:33 pm IST)