Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આગામી 48 કલાકમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત બન્યું

અમદાવાદ :રાજ્યમાં સક્રિય થયેલા અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આગામી 48 કલાકમાં દરમિયાન રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત બન્યું છે, જેને પગલે દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

(1:20 pm IST)