Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સંગીત નાટક અકાદમીમાં ફરી જે.એમ. ભટ્ટ સભ્ય સચિવ

રાજકોટઃ. ગુજરાત સરકારે સંગીત નાટક અકાદમીમાં સભ્ય સચિવ તરીકે ફરી શ્રી જીતેન્દ્ર ભટ્ટની નિમણૂક કરી છે. તેઓ અધિક કલેકટર કક્ષાના નિવૃત અધિકારી છે. અકાદમીના સભ્ય સચિવ પદેથી ગઈ તા. ૩૧ જુલાઈએ વય મર્યાદાના કારણે નિવૃત થયા બાદ સરકારે તેમના કામની કદરરૂપે ફરી એ જ સ્થાને એક વર્ષ માટે કરાર આધારિત નિમણૂક આપી છે. તેમણે ગઈકાલે પુનઃ કાર્યભાર સંભાળી લીધો છે.

શ્રી જે.એમ. ભટ્ટ (મો. ૯૪૨૭૭ ૦૨૧૮૦) અગાઉ ધ્રાંગધ્રામાં પ્રાંત અધિકારી, મહેસાણા અને અમદાવાદમાં સ્ટેમ્પ ડયુટીના ડે. કલેકટર, તાપીમાં નિવાસી નાયબ કલેકટર, અમરેલીમાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. બહોળો ચાહક વર્ગ ધરાવે છે.(૨-૩)

(11:40 am IST)