Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

નર્મદા જિલ્લા પોલીસ વડાએ નિર્ભયા સકોર્ડના PSI અને 14 મહિલા કોન્સ્ટેબલ ને સારી કામગીરી બદલ સન્માનિત કર્યા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના પોલીસની નિર્ભયા સ્કોટ વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શનનું ગામડે ગામડે ફરી જેને પેન્શન મળવા પાત્ર હોવા છતાં પેન્શન મળતું ન હતું એવા લોકોના પેન્શન અપાવવા માટે દોઢ માસમાં નિર્ભયા સ્કોડ ના બહેનો એ ઘરે ઘરે જઈ ને આવા  લોકોને ખોટા ધક્કા ન ખાવા પડે જેથી સ્થળ  ઉપર 2,518 ફોર્મ ભરી પેન્શન આપવાની કાર્યવાહી કરી નર્મદા પોલીસ દ્વારા થયેલી આ કામગીરી કરી ગુજરાત રાજ્ય માં નર્મદા પોલીસનું નામ રોશન કર્યું તથા ગરીબ વિધવા મહિલાઓના જમીન અને ઘર પચાવી લેવાના કિસ્સામાં પણ આ લોકોને મદદે આવી એમની જમીન પાછી અપાવી અને જરૂરતમંદ લોકોને અનાજ, ફળ કીટ નું વિતરણ કરી તથા ગુમ થયેલ છોકરી ઓને એમના પરિવાર સાથે મિલાપ કરાવી સહિત એવા અનેક કામો ને ધ્યાનમાં લઇ જિલ્લાના પોલીસ અધિક્ષક  હિમકર સિંહ એ નિર્ભયા સ્કોડ ના પી.એસ.આઇ કે.કે પાઠક તથા નિર્ભયા સ્કોડના 14 મહિલા પોલીસ કોન્સ્ટેબલ ને તેમની આવી સરાહનીય કામગીરી બદલ પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

(11:31 pm IST)