Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

શિક્ષણ બોર્ડ દ્વારા નોન ગ્રાન્ટેડ શાળાના વધારાના વર્ગો શરૂ કરવા તથા ઉપરનો ક્રમિક વર્ગ અને સળંગ એકમ શરૂ કરવાની મુદત 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જૂન-2021થી કાયમી ધોરણે ગ્રાન્ટ નહિ લેવાની શરતે નોન ગ્રાન્ટેડ શાળાના હાલ ચાલુ વર્ગોના વધારાના વર્ગો શરૂ કરવા તથા શાળામાં ચાલુ ધોરણનો ઉપરનો ક્રમિક વર્ગ અને સળંગ એકમ શરૂ કરવા માટે તા, 1-6-2021થી તા-31-7-2021 સુધીની મુદત હતી તે મુદત 31-08-2021 સુધી લંબાવી દીધી છે

(6:47 pm IST)