Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

દારૂ પકડાયો: ડુંગરી પોલીસે માલવણના કરદીવા પાસેથી કારમાંથી દારૂ પકડ્યો

જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી ડુંગરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એસ.રાજપૂતની ટીમ ને સફળતા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લો દારૂ ની હેરફેર માટે ફેમસ હતો પણ જ્યારથી જિલ્લા પોલીસ વડા તરીકે ડો  રાજદીપસિંહ ઝાલાનું આગમન થયું છે ત્યાર થી બુટલેગરો નું આવી બન્યું છે રાજ્યભરમાં દારૂનો વેપલો વધી રહ્યો છે. બુટલેગરો બેફામ બન્યાં છે. જ્યારે પોલીસે પણ આવા ગુનાને અંજામ આપતાં આરોપીએને દબોચી લેવા લાલ આંખ કરી છે. વલસાડના ડુંગરી પોલીસે બાતમીના આધારે રૂ. 1.63 લાખનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ 4.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડના ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે માલવણના કરદીવા ફળીયા પાસે એક કારને અટકાવવાનો ઈશારો કરતા પોલીસ જવાનોને જોઈ 192 બોટલ દારૂનો જથ્થો અને કાર પોલીસથી દૂર મૂકી 2 આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પોલીસે રૂ. 1.63 લાખનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ 4.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાની ડુંગરી પોલીસ સ્ટેશન ના પીએસઆઈ જે એસ રાજપૂતની ટીમના પોલીસ કર્મી હિતેન્દ્ર અને પ્રવીણ વગેરે પેટ્રોલિંગ હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક કાર (નં. GJ-15-C-4846)માં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને માલવણ તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે માલવણના કરદીવા ફળીયા પાસેથી બાતમી વાળી કારને અટકાવવાનો ઈશારો કરતા કારનો ચાલક કારને પોલીસ કાફલાથી દૂર મુકી ભાગી છૂટ્યો હતો. પોલીસે આરોપીઓનો પીછો કરી ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો. બાજુમાં આવેલી જંગલ જાડીઓમાં આરોપીઓ ભાગી છૂટ્યા હતા.પોલીસે કારમાં ચેક કરતા 192 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ.1.63 લાખ તથા કારની કિંમત રૂ. 3 લાખ મળી ફૂલ રૂ. 4.63 લાખનો મુદ્દામાલ ડુંગરી પોલીસે કબ્જે કર્યો હતો જ્યારે 2 આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ડુંગરી પોલીસે મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(6:30 pm IST)