Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સુરત:ઇન્સટ્રાગ્રામ પર ફેક આઈડી બનાવી ફેશન ડિઝાઈનરનો ફોટો અપલોડ કરી બીભત્સ કોમેન્ટ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી અલથાણ વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઇનરના ફોટો અપલોડ કરી તેમાં બિભત્સ કોમેન્ટ કરી કનડગત કરનાર વિરૂઘ્ઘ ખટોદરા પોલીસમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાય છે.
શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઇનર માલીની (ઉ.વ. 31 નામ બદલ્યું છે) ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ગત તા. 10 મે ના રોજ તેના મિત્ર કેયુર મોદીનો મેસજ આવ્યો હતો કે નોટયોરરેગ્યુલરગર્લ__21 નામનું આઇડી બનાવ્યું છે. પરંતુ માલિનીએ આ આઇડી પોતાનું નહીં હોવાનું જણાવ્યું હતું. કેયુરે માલિનીને રિપ્લાય આપતા કહ્યું હતું કે નોટયોરરેગ્યુલરગર્લ__21 નામનું આઇડી છે જેમાં માલિનીના ફોટો છે, ફોટામાં બિભત્સ કોમેન્ટ કરવામાં આવી છે. જેથી માલિનીએ તુરંત જ ઉપરોક્ત આઇડી ચેક કરતા તેમાં તેના ફોટા હતા અને તેમાં બિભત્સ કોમેન્ટ હોવાથી તે ચોંકી ગઇ હતી. ઉપરાંત અન્ય એકાઉન્ટના ધારકના આઇડીમાં અપલોડ કરવામાં આવેલા ફોટો ઉપર પણ બિભત્સ કોમેન્ટ કરવામાં આવી હતી. જેને પગલે માલિનીએ આ અંગે ખટોદરા પોલીસમાં અરજી કરી હતી. પોલીસે અરજીના આધારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ફેક આઇડી બનાવી માલિનીના ફોટો અપલોડ કરી બિભત્સ કોમેન્ટ કરનાર અજાણ્યા વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

(5:31 pm IST)