Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

બાલાસિનોર જીઆઇડીસી વિસ્તારમાં ખાધતેલમાં ભેળસેળની ફરિયાદથી ફૂડ વિભાગે ફેકટરીમાં તપાસ હાથ ધરી

વલ્લભવિદ્યાનગર : બાલાસિનોર જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્યતેલમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરીયાદ ઉઠતા પંચમહાલ-ગોધરા ફુડ વિભાગે તત્કાલિન રાહે ફેક્ટરીમાં તપાસ હાથ ઘરીને સોયાબીન અને પામોલીન તેલના સેમ્પલો મેળવીને સરકારની અધિક૪ત લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હોવાનું ફુડ વિભાગના અધિકારી એ.એલ પટેલે જણાવ્યુ છે.
મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, અરવલ્લી સહિતના કેટલાક જીલ્લાઓમાં પામોલીનમાંથી સીંગતેલ બનાવીને વેચવાનું મસમોટુ નેટવર્ક ચાલતુ હોવાની રાહ ઉઠી હતી. જીઆઇડીસીમાં આવેલી એક ખાધતેલની ફેકટરી દ્રારા સમગ્ર ગોરખ ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. લોકોના સ્વાસ્થ સાથે સીધા ચેડા કરીને બ્રાંન્ડેડ તેલના નામે ભળતા નામના લોગા સાથે બજારમાં વેચતા હોવાની ચર્ચાઓ છે ત્યારે આ મુદે સોયાબીન અને પામોલીન તેલના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફેકટરીમાં અચાનક તપાસ હાથ ધરીને સેમ્પલો મેળવ્યા છે. લેબોરેટરીના રીપોર્ટ બાદ કડકરાહે કાર્યવાહી હાથ ધરાશે તેમ ફરજ પરના અધિકારીએ જણાવ્યુ છે. તદઉપરાંત શહેરના બજારોમાંથી પણ તંત્રએ તેલના અનેક નમુના મેળવીને તપાસ હાથ ધરતા વેપારીઓમાં ફફળાટ ફેલાયો છે.

 

(5:31 pm IST)